________________
સાવિત્ર લાસ ગં.
९४
એકજ પ્રકારનેા ત્યાગ ચાલતા નથી, પણ જુદા જુદા ધર્મ વાળા માણસા જુદી જુદી જાતના ત્યાગ ઉપર ભાર મૂકે છે અને જુદી જુદી પ્રકૃતિના માણસા જુદા જુદા પ્રકારના ત્યાગના સ્વીકાર કરે છે, માટે ત્યાગના પ્રકારો આપણે જાણવા જોઇએ. નાના નાના તે ત્યાગના અનેક ભેદ છે, પણ મહાત્માઓએ ખાસ કરેલા એવા ત્યાગના મુખ્ય ત્રણ ભેદ છે, તે એ કે—
(૧) વસ્તુઓના ત્યાગ.
કેટલાક લેાકેા એમ કહે છે કે જગતની બધી વસ્તુઓને તથા બધા વિષયાને ત્યાગ કરવા જોઇએ, અને તે એટલે સુધી કે વજ્રને, ખારાકના, તથા પાણીને પણ ત્યાગ કરવા જોઈએ. જયારે આવા ત્યાગ હોય ત્યારે પછી ઘરબાર કે સગાંવહાલાંના ત્યાગ થાય, તેમાં તા કાંઈ નવાઈજ નથી. આવી રીતે જગની બધી વસ્તુને તજી દેવી અને ઘણા પ્રકારનાં કષ્ટ સહન કરવાં તથા છેવટે પાતાના દેહને પણુ તજી દેવા તેનું નામ ત્યાગ કહેવાય છે, એમ કેટલાક લેાકેા સમજે છે; અને કાઈ કાઈ તેા એ પ્રમાણે વવાને પણ કાશીષ કરે છે કારણકે તેઓ એમ કહું છે કે આવી રીતે વસ્તુઓના તથા વિષયાના ત્યાગ કર્યા વિના મન વશ થઈ શકે તેમ નથી. અને એવા આકરા ત્યાગ વિના કર્માંના બંધનમાંથી છુટી શકાય તેમ નથી. આમ સમજીને તેઓ જીંદગીને જરૂરની ચીજોને પણ બહુ હઠ કરીને ત્યાગ કરે છે, અને એવા અતિશય ત્યાગ કરવા તેનેજ તે પુરૂષાથ માને છે.
(૨)માનસિક ત્યાગ,
ખીજા પ્રકારના ત્યાગીઓ કહે છે કે મનુષ્યના શરીરની રચનાજ એવા પ્રકારની છે કે તેઓ કદીપણું જગતી સંપૂણુ વકરી શકેજ સ્તુઓના સંપૂર્ણ રીતે ત્યાગ નહિ, અને જો કદી એવેા ત્યાગ કરવા જાય,
વર્ષે ૮]
તે તેઓનું શરીર ટકી શકેજ નહિ; કારણકે કેઈપણુ માણુસ એક ક્ષણુ પણ કાઈપણ જાતની ક્રિયા કર્યાં સિવાય રહી શકતુંજ નથી. માટે બહારની વસ્તુએ તજવાથી કાંઈ ખરા ત્યાગ થઈ શકતા નથી, પણ ખરે ત્યાગ પાળવા માટે તેા તત્વ એળખવું જોઈએ. દેહ એ શું વસ્તુ છે ? ઈંદ્રિયાની સત્તા કેટલી છે ? મન અને બુદ્ધિ કયાંસુધી કામનાં છે ? અને આત્માનું સ્વરૂપ કેવું છે ? કયા મૂળ કારણને લીધે જન્મ લેવા પડે છે? અને એ બધાં કારણેાથી કેવી રીતે અલગ થઈ શકાય, એ બધી વસ્તુએ ચાખે ચોખ્ખી રીતે સમજી લેવાથી જગતને મેાહ આછા થઇ જાય છે અને જીંદગી ટકાવવા માટે જે ચીજો જરૂરની હેાય તે ચીજોના ઉપયેગ કરતાં હતાં ત્યાગી રહી શકાય છે. કારણ કે સત્ય જ્ઞાનને લીધે જગતની બધી વાસના બળી જાય છે, અને આશાતૃષ્ણા મટી જાય છે. તેથી કાઇપણ વસ્તુમાં ખાસ ચાહીને જીવ આશક્ત થતા નથી, એટલે એવા જ્ઞાનીઓથી સાચેા ત્યાગ બની શકે છે, અને જેને જ્ઞાન જ્ઞાનદ્રષ્ટિથી આવી રીતે ચાખે ચાખું પરમતત્ત્વ સમજાઈ ગયું હેાય તેને પછી બહારની નાની નાની વસ્તુઓ નડી શક્તી નથી, માટે એવી વસ્તુએના ત્યાગ સારૂ મહેનત લેવાની જરૂર નથી, એ વસ્તુએ તે પ્રારબ્ધના ભાગ પ્રમાણે માત્ર થાડાકજ વખત થયા કરવાની છે. એમ સમજીને તેઓ બહારના ત્યાગ ઉપર ભાર મૂકતા નથી, પણ અંતરની ચાખ્ખી સમજણ ઉપરજ વધારે આધાર રાખે છે અને એ પ્રમાણે વવાવાળા માણુસા પણુ કાઈ કાઈ નીકળી આવે છે.
(૩) ઈશ્વર પ્રણિધાન.
ત્રીજા પ્રકારના ત્યાગને ઇશ્વર પ્રણિધાન કહેવામાં આવે છે. એ ત્યાગની રીતિ એવી છે કે તેઓ એમ સમજે છે કે અમે જે કાંઇ કામકાજ કરીએ છીએ તે કાંઈપણુ અમારે