Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 132
________________ १२८ સવિલ વાસ ગં. (૭) ઉપભેાગ અને પરિભાગની લાલસા મર્યાદિત કરી. ત્હમારી ટેવામાં સાદા, આત્મસ યમી, નિયમીત અને મિતાહારી અનેા, હમારી તગીએ જેમ થાડી હશે, તેમ ત્હમારી ચિંતા, ઉપાધિ, લાલચે ઓછી થશે અને વધારે મહત્વની પ્રવૃત્તિ તરફ લક્ષ આપવાને વધારે અવકાશ મળશે. દેખાદેખીથી, ખાનદાનીના ખાટા ખ્યાલથી, મ્હોટા દેખાવાની મૂખ લાલુપતાથી, ફ્રાંકડા દેખાવાની લાલસાથી અને ગુણ-દ્વેષ હુમજવાની બુદ્ધિના અભાવથી અનેક ખીનજરૂરી તંગીએ ઉપ ન્ન થાય છે અને તે શારીરિક નિબળતા, માનસિક અધમતા અને બુદ્ધિહીનતાને જન્મ આપે છે. માટે ઉપભાગ-પરિભાગના પદાર્થોં જરૂર પુરતાજ——ઉપયાગના સિદ્ધાન્તને જવાબ આપે તેવાજ—રાખેા. (૮) અર્થ વગરના ‘ વ્યાપાર' માં પ્રવૃત્તિમાં મન-વચન-કાયાને પ્રવર્તાવે નહિ, ખટપટ, નિંદા, દુર્ધ્યાન, ચિંતા, કુતક, ખેદ અને ભયમાં શરીરસપત્તિ, ધનસંપત્તિ, સમયસંપત્તિ તથા સંકલ્પસ`પત્તિને ઉડાવી મારા નહિ. આત્ત ધ્યાન અથવા ચિંતા અને રૌદ્રધ્યાન અથવા કાઇના ઉપર ક્રોધમય વિચારે કરવા તે હીચકારૂ કામ છે, આનંદમયવીરત્વમય આત્મપ્રભુના દ્રોહ કરવા સરખું કૃત્ય છે. મનુષ્યત્વ એથી ક્ષીણતા પામે છે. (૯) પ્રતિદિન નિયમિત સમયેજ બને તેટલા વખત સુધી સમતાલવૃત્તિ શિખવાને અભ્યાસ અથવા મહાવરા પાડા. (૧૦) સ્વદેશ બહારથી મગાવેલી ચીજ અનતાં સુધી ન વાપરા; સ્વદેશપ્રેમ અને સ્વદેશાભિમાન રાખા; સ્વદેશને ભૂખે કરવામાં સાધનભૂત ન થાઓ. મરતે વર્ષ ૮ ] અને એ સ્થિતિમાં ૨૪ કે ૧૨ કલાક આત્મરમતામાં ગુજારે. (૧૧) દમહીને એક વર્—મ્હારે પણ દુરસદ કે સગવડ અને અનુકૂળ શારીરિક –માનસિક સ્થિતિ હાય ત્હારે ભુખ્યા રહેા કે જેથી શરીર નિરોગી અને સહનશીલ બને; 1 (૧૨) ઉપકારી પુરૂષાની ભક્તિ-સેવા કરવાના પ્રસંગ મળે ત્હારે હેમની સેવા ઉલ્લાસથી મજાવે. જે પુરૂષ! જગતના ઉપકારમાંજ જીવન ગુજારતા હોય, એ પેાતાના શરીરાદિની સારસંભાળ કરવા જેટલી પુરસદ ન લઈ શકતા હેાય, હેમના અસ્તીત્વ, આરેાગ્ય અને પ્રવૃત્તિની જગતને ઘણીજ જરૂર હેાવાથી, હેમની તંગી જાણવી અને તે પૂરી પાડવાની તત્પરતા બતાવવી એ ઉપકૃત વનુ કત્તવ્ય છે. એમણે ઉઠાવેલાં મિશનેને નીભાવવામાં પેતાના શરીરબળ, દ્રવ્યબળ, લાગવગ, સમય, બુદ્ધિ આર્દિને ફાળા આપવે, હેમની મુશ્કેલીએ અને દુઃખે તથા સામાં દીલસેાજી ધરાવીને તે દૂર કરવા માટે પોતાથી બનતુ' કરવું અને હેમના જયમાં પેાતાને જય-સમાજને જય-માનવેા. આ બાર તેના પાલનમાં 'શીલ'ને સમાવેશ થાય છે. વ્રતેનું આ સ્વરૂપજ વ્યવહારૂ ધમ છે, કે જે આરાગ્યને, દેશને, ગૃહસંસારને અને બુદ્ધિ તેમજ આત્માને ઉન્નત કરે છે. (અપૂર્ણ) (તપ અને ભાવના તથા ધાર્મિક ક્રિયાંએના રહસ્ય સબધી મનન કરવા યેાગ્ય વિવેચન આવતા એકમાં આવશે.) વિધવાઓની સંખ્યા-૧૯૧૧ના વસ્તી પત્રક પ્રમાણે એક વર્ષ ઉમરની અંદરની ૮૫૯ વિધવાએ હિંદુસ્તાનમાં છે! બેધ્ધા-આખી દુનિયામાં બાહ્ય ધમ વાળાઓની સંખ્યા ૫૧ કરાડની છે. અજબ આયુષ્યઃ-અમેરિકાના યુનાઇટેટ સ્ટેટસમાં ૧૨૦ વર્ષથી વધુ ઉમરનાં ૮ મનુષ્યા છે.

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170