Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ હમણાં યૂ.પી. માં તેના પ્રત્યાઘાત પડ્યા. એટલે પ્રયોગકાર કેવળ અહિંસક અને વ્યવસ્થિત બળો સાથે જ સુમેળ બેસાડી શકે. બીજી વાત અહિંસક પ્રયોગકાર માટે મહત્ત્વની એ હેવી જોઈએ કે તે સ્પષ્ટ હોવો જોઈએ. આર્થિક બાબતમાં અતિ સ્પષ્ટ. ગાંધીજી બાદ આ અંગે ધ્યાન ન રખાયું. પરિણામે આજે નાણાંકીય ગોટાળાને આક્ષેપ ઘણું મંત્રીઓ સામે આવીને ઊભો છે. એવી જ રીતે અહિંસક પ્રયોગકાર પંછવાદ સાથે પણ સાઠગાંઠ નથી બાંધતે કારણ કે પૂછવાદ પણ અન્યના શોષણ-વિનાશને આધારે ફૂલે છે. શેષણ, દમન, અન્યાય આ બધાં તને અહિંસા સાથે મેળ બેસતું નથી. આ જ વાતને વિશ્વને નજર સામે રાખીને વિચારવાની છે. વિશ્વના દેશો “સહ-અસ્તિત્વને માનતા થઈ ગયા છે અને એ જ યુગયુગના અહિંસક પ્રયોગોનું પરિણામ છે. હવે જોવાનું એ છે “સહ-અસ્તિત્વ”ના સિદ્ધાંતને પોતપોતાની રીતે મનાવવા માટે જે હઠાગ્રહ છે અને વિનાશકારી તૈયારીઓ છે તે દૂર થશે કે નહીં ? જે પિતાની પ્રણાલિકાને જગતના સુખ માટે શ્રેષ્ઠ સાબિત કરવી હોય તો અંતે વિનાશ અને હિંસાને તિલાંજલિ આપવી જ પડશે. શ્રેષ્ઠતા માટે અસ્તિત્વનું ખરું મૂલ્યાંકન ત્યારે જ થશે! એ બાબતમાં જગત બહુ જ આશાપૂર્વક અહિસાના સામુદાયિક પ્રયોગો તરફ મીટ માંડી રહ્યું છે. કારણ કે વિનાશ કેઈને પસંદ નથી; વિનાશમાં કઈ શાંતિની કલ્પના કરે એ નરી મૂર્ખતા છે; એનું મુખ્ય કારણ એ છે કે જગતને કેમ જ જીવનને ટકાવવા - અસ્તિત્વ માટે જ ચાલુ છે. આ અંગે ઘણું ઘણું આ પ્રવચનમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ રજૂ કર્યું છે. જેનું હંમેશ માટેનું મૂલ્યાંકન ઘણું ઊંચું છે, એમ દરેક ચિંતકને વાંચ્યા પછી લાગ્યા વગર રહેશે નહીં. જૈન વિદ્યાર્થીગલ) ગુલાબચંદ જૈન ૧૦--૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 212