________________
હમણાં યૂ.પી. માં તેના પ્રત્યાઘાત પડ્યા. એટલે પ્રયોગકાર કેવળ અહિંસક અને વ્યવસ્થિત બળો સાથે જ સુમેળ બેસાડી શકે.
બીજી વાત અહિંસક પ્રયોગકાર માટે મહત્ત્વની એ હેવી જોઈએ કે તે સ્પષ્ટ હોવો જોઈએ. આર્થિક બાબતમાં અતિ સ્પષ્ટ. ગાંધીજી બાદ આ અંગે ધ્યાન ન રખાયું. પરિણામે આજે નાણાંકીય ગોટાળાને આક્ષેપ ઘણું મંત્રીઓ સામે આવીને ઊભો છે.
એવી જ રીતે અહિંસક પ્રયોગકાર પંછવાદ સાથે પણ સાઠગાંઠ નથી બાંધતે કારણ કે પૂછવાદ પણ અન્યના શોષણ-વિનાશને આધારે ફૂલે છે. શેષણ, દમન, અન્યાય આ બધાં તને અહિંસા સાથે મેળ બેસતું નથી.
આ જ વાતને વિશ્વને નજર સામે રાખીને વિચારવાની છે. વિશ્વના દેશો “સહ-અસ્તિત્વને માનતા થઈ ગયા છે અને એ જ યુગયુગના
અહિંસક પ્રયોગોનું પરિણામ છે. હવે જોવાનું એ છે “સહ-અસ્તિત્વ”ના સિદ્ધાંતને પોતપોતાની રીતે મનાવવા માટે જે હઠાગ્રહ છે અને વિનાશકારી તૈયારીઓ છે તે દૂર થશે કે નહીં ? જે પિતાની પ્રણાલિકાને જગતના સુખ માટે શ્રેષ્ઠ સાબિત કરવી હોય તો અંતે વિનાશ અને હિંસાને તિલાંજલિ આપવી જ પડશે. શ્રેષ્ઠતા માટે અસ્તિત્વનું ખરું મૂલ્યાંકન ત્યારે જ થશે!
એ બાબતમાં જગત બહુ જ આશાપૂર્વક અહિસાના સામુદાયિક પ્રયોગો તરફ મીટ માંડી રહ્યું છે. કારણ કે વિનાશ કેઈને પસંદ નથી; વિનાશમાં કઈ શાંતિની કલ્પના કરે એ નરી મૂર્ખતા છે; એનું મુખ્ય કારણ એ છે કે જગતને કેમ જ જીવનને ટકાવવા - અસ્તિત્વ માટે જ ચાલુ છે.
આ અંગે ઘણું ઘણું આ પ્રવચનમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ રજૂ કર્યું છે. જેનું હંમેશ માટેનું મૂલ્યાંકન ઘણું ઊંચું છે, એમ દરેક ચિંતકને વાંચ્યા પછી લાગ્યા વગર રહેશે નહીં. જૈન વિદ્યાર્થીગલ)
ગુલાબચંદ જૈન ૧૦--૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com