Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ છે કે જીવન વિનાશ માટે નથી; અસ્તિત્વ માટે છે. એક ઘરમાં જેમ ભિન્નભિન્ન વય, વિચાર અને જાતિની વ્યક્તિઓ રહી શકતી હોય તે આખા વિશ્વમાં દેશ અને સમાજે પણ રહી શકે છે. અને આ ભૂમિકાએ જગતને પહોંચાડવાનું શ્રેય સામુદાયિક અહિંસાના પ્રયોગકારો અને પ્રયોગોને ફાળે જાય છે. આ પ્રયોગ ઘણું સાવધાનીપૂર્વક થવા જોઈએ અને તેમાં પણ કેટલીક કાળજી રાખવી જોઈએ. પ્રયોગકારની કેટલી યોગ્યતા હેવી જોઈએ; તે ચકાસીને જ કામ થવું જોઇએ. નહીંતર એકના બદલે બીજા અનર્થો ફેલાઈ જવાને ડર રહે છે. આ આખાયે વસ્તુ (Matter) વિષયને “સામુદાયિક અહિંસાપ્રયોગો” શીર્ષક શિબિર પ્રવચનમાં, પ્રખર વિચારક પૂ. મુનિશ્રી સંતબાલજીએ બહુ જ ઊંડાણથી અલગ-અલગ પ્રવચને વડે આવરી લીધું છે. એમાં એમણે કેટલીક વસ્તુઓ શાશ્વત સિદ્ધાંત રૂપે રજૂ કરી છે. પ્રયોગકારની યોગ્યતા અંગે તેમણે એક સિદ્ધાંત આપે છે -અહિંસકે હિંસક તો, કોમી તો કે પ્રાંતીય તો સાથે સાઠગાંઠ ન બાંધવી જોઈએ. એનું કારણ એ છે કે અહિંસા પોતાનામાં વિશાળ છે–તેને જ્યારે સંકુચિત રૂપ આપી દેવામાં આવે તે ત્યાં ખોટું થાય છે. સામ્યવાદ, કોમવાદ કે પ્રાંતવાદ આવા સંકુચિત રૂપે છે. ચીન સાથે ભારતે ગાંઠ બાંધી. પરિણામ એનું જે આવ્યું તે આજે સુસ્પષ્ટ છે-કારણ કે સહ-અસ્તિત્વ માટે બે રાષ્ટ્રોની જીવન પ્રણાલિકા અલગ હોઈ શકે; પણ તેને મૂળ આધાર અલગ ન લેવો જોઈએ. સામ્યવાદ હિંસા વડે પણ પ્રચારમાં માને છે, ત્યારે ભારત અહિંસક-તટસ્થ બળ અને અ-સંઘર્ષમાં માને છે. એટલે બન્ને વચ્ચેને મેળ પણ સુમેળ ન બની શકે અને તેનાં જે પરિણામે આવવાં જોઈએ. તે આપણું આગળ સ્પષ્ટ છે. ઘર આંગણે પણ કેસજનેએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમજ આંધ-તામિલનાડમાં જ્યાં પ્રાંત કે ભાષા સાથે જોડાણ કર્યું ત્યાં તેમને અંતે હિંસક માર્ગે ઘસડાવું પડ્યું-કાં એના મૌન સાક્ષી થવું પડ્યું. કામવાળે સાસરે લેવા જતાં કેરલમાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 212