________________
ચરણાનુયોગ : પ્રસ્તાવના
અનંતદર્શન, અનંતસૌખ્ય અને અનંત શક્તિને પ્રગટ કરી મુક્ત અને પૂર્ણ બની જાય છે. ઉપાધ્યાય અમરમુનિના શબ્દોમાં જૈનસાધના એટલે સ્વ ને સ્વમાં ઉપલબ્ધ ક૨વો, નિજ ને નિજની શોધ કરવી અને અનંતમાં પૂર્ણરૂપથી રમણતા કરવી તે છે. આત્માની બહાર એક કણમાં પણ સાધકની ઉન્મખુતા નથી. આ પ્રમાણે જૈન વિચારણામાં તાત્ત્વિકદષ્ટિથી સાધ્ય અને સાધક બંને એક જ છે. જોકે પર્યાયાર્થિક દૃષ્ટિ કે વ્યવહારનયથી તેમાં
ભેદ માન્યા છે. આત્માની સ્વભાવ પર્યાય કે સ્વભાવમાં આવવું
તેજ સાધના છે.
સાધનાપથ અને સાધ્ય ઃ જેવી રીતે સાધક અને સાધ્યમાં અભેદ માન્યો છે તે રીતે સાધનામાર્ગ અને સાધ્યમાં પણ અભેદ છે. જીવાત્મા પોતાના જ્ઞાન અનુભૂતિ અને સંકલ્પના રૂપમાં સાધક કહેવાય છે. તેના આ જ્ઞાન અનુભૂતિ અને સંકલ્પ સમ્યદિશામાં નિયોજિત થવાથી સાધનાપથ બની જાય છે, અને તે જ જ્યારે પોતાની પૂર્ણતા પ્રાપ્ત કરીલે છે તો સિદ્ધ બની જાય
છે. જૈનધર્મ અનુસાર સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર
અને સમ્યક્તપ ક્રમશઃ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતસૌખ્ય અને અનંતશક્તિની ઉપલબ્ધિ કરી લેછે. તો આ અવસ્થા સિદ્ધિ
બની જાય છે. આત્માનો જ્ઞાનાત્મકપક્ષ સભ્યજ્ઞાનની સાધના દ્વારા અનંતજ્ઞાનને પ્રગટ કરી લે છે. આત્માનો અનુભૂવ્યાત્મક પક્ષ સમ્યક્ દર્શનની સાધના દ્વારા અનંતદર્શનની ઉપલબ્ધિ કરી લે છે. આત્માનો સંકલ્પાત્મકપક્ષ ચારિત્રની સાધના દ્વારા અનંતસૌમ્યની ઉપલબ્ધિ કરી લે છે. અને આત્માની ક્રિયાશક્તિ સમ્યક્ તપની સાધના દ્વારા અનંત શક્તિને ઉપલબ્ધ કરી લે છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે સાધક ચેતનાનું સ્વરૂપ છે તેજ સમ્યક્ બનીને સાધનાપથ બની જાય છે. અને તેની પૂર્ણતા સાધ્ય હોય છે. આ રીતે સાધક, સાધના પથ અને સાધ્ય બધીજ આત્માની વિભિન્ન અવસ્થાઓ છે.
આત્માની વિભાવદશા અર્થાત્ તેની વિષય વાસનાઓમાં આસક્તિ કે રાગભાવ તેનું બંધન છે. રાગભાવ, આસક્તિ કે મમતાને તોડવાનો જે પ્રયત્ન છે તે જ સાધના છે. અને તે આસક્તિ, મમત્વ કે રાગભાવ તૂટી જવાં તે જ મુક્તિ છે. આજ આત્માનું પરમાત્મા બનવું તે છે. જૈનસાધકોએ આત્મા ી ત્રણ અવસ્થા માની છે. (૧) ઝિન્ક (૨) અંતરાત્મા અને (૨)-૬૫ના. સત આનંદઘનજી કહે છે કેત્રિવિધ સકલ તનુઘર ગત આત્મા, બાહિરાતમ અધરૂપ સુજ્ઞાની બીજો અંતર આત્મા તીસરો, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની ॥
વિષયભોગોમાં અટવાયેલો આત્મા બહિરાત્મા છે. સંસારના વિષય ભોગોમાં ઉદાસીન સાધક અન્તરાત્મા છે અને જેણે વિષયવાસના પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જે
Jain Education International
વિષયવિકારથી રહિત અનંત ચતુષ્ટયથી યુક્ત થઈ જ્ઞાતાદષ્ટાભાવમાં સ્થિત છે તે ૫રમાત્મા છે. આત્મા અને પરમાત્માનો સંબંધ :
જૈનધર્મમાં આત્મા અને પરમાત્માના સંબંધમાં કહેવાયું છે કે ‘અા સો પરમપ્પા' આત્મા જ પરમાત્મા છે. પ્રત્યેક પ્રાણી, પ્રત્યેક ચેતન સત્તા પરમાત્મા સ્વરૂપ છે.
મોહ અને મમતા તથા તદ્દજનિત કર્મવર્ગણાના
ધુમ્મસમાં તે ૫૨માત્મા સ્વરૂપ ઢંકાઈ ગયું છે. જેવી રીતે
વાદળાંના આવરણમાં સૂર્યનો પ્રકાશપૂંજ છૂપાય જાય છે અને અંધારું છવાઈ જાય છે તેવી જ રીતે મોહમમતા અને રાગદ્વેષ રૂપી કર્મવર્ગણાઓના આવરણથી આત્માનું અનંતઆનંદ સ્વરૂપ-અદશ્ય થઈ જાય છે. અને જીવ દુઃખી અને પીડીત
થાય છે.
આત્મા અને પરમાત્મામાં સ્વરૂપતઃ કંઈ જ ભેદ નથી.
ડાંગર અને ચોખા એક જ છે. ફરક માત્ર એટલો જ છે કે એક
આવરણ (છિલકા) સહિત છે અને બીજો નિરાવરણ (છિલકા) રહિત છે. આવી રીતે આત્મા અને પરમાત્મા એક જ છે. ફર્ક
માત્ર કર્મરૂપી આવરણનો છે.
જેવી રીતે ડાંગરનો સુમધુર આસ્વાદ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેના પરથી છિલકા ઉતારી લેવાં આવે; તેવી જ રીતે આપણા જ પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ ત્યારે જ સંભવિત છે જ્યારે આપણી ચેતના ૫૨ના મોહમમતા, રાગદ્વેષના છિલકા ઉતારીને ફેંકી દઈએ. છિલકા સહિત ધાન સમાન મોહ-મમતાના ખોલમાં જકડાયેલી ચેતના આત્મા છે. અને છિલકા રહિત શુદ્ધ, શ્વેત ચાવલના રૂપમાં નિરાવરણ શુદ્ધ ચેતના પરમાત્મા છે. કહ્યું છે કે
કે
सिद्धा जैसा जीव है, जीव सोय सिद्ध होय, कर्म मैलका आंतरा, बूझे बिरला कोय |
મોહમમતારૂપી પરદાને હટાવીને તેની પાછળ રહેલા પોતાના જ આત્મસ્વરૂપનું દર્શન શક્ય છે. આપણે પ્રયત્ન પરમાત્માને મેળવવાનો નહીં પરંતુ આ પડદાને ફૂટ્યો કરવાનો છે. પરમા એ દહર ૪ છે. આપણી ભૂલ એ છે કે આપણે પરમાત્મા સ્વલપ મેળવવાતો ઈચ્છીએ છીએ પરંતુ આવરણને ખસેડવાનો પ્રયત્ન નથી કરતા. પ્રયત્નોની દિશા જો સાચી હોય તો આપણામાં જ રહેલા પ૨માત્માનું દર્શન દુર્લભ નથી. આપણું દુર્ભાગ્ય તો એ છે કે આપણને આપણી હસ્તિનો અહેસાસ જ નથી ! એક ઉર્દૂ શાયરે સાચું જ કીધું છે કે – इन्सां की बदबख्ती अन्दाज से बाहर है । कमबख्त खुदा होकर बंदा नजर आता है ॥
26
For Private & Personal Use Only
www.jainelibrary.org