Book Title: Chalo Girnar Jaie Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh View full book textPage 7
________________ thd 131.1.havaitiatic Lion: 2:: :::::::::ditatrinatan i s aartlantanastainatalinatiiniiiiiiiiiiii આજ પર્યત અનેક પુસ્તકાદિના અભ્યાસથી એકઠી થયેલ માહિતીને ગુંથવાનું કાર્ય ચાલુ જ હતું, તેવામાં ગિરનારની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ તાત્કાલિક સંક્ષિપ્તમાં પણ જૈન શ્વેતામ્બરે મૂર્તિપૂજક સંપ્રદાયની દષ્ટિએ ગિરનારના માહાભ્યને વર્ણવતી એક પુસ્તિકા લખાય તેવું અનેક પૂજ્યોનું સુચન અને શ્રાવક વર્ગની માંગણી આવી. વિવિધગ્રંથના વાંચન દ્વારા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયની દષ્ટિએ ગિરનાર મહાતીર્થની જે જે મહત્વની માહિતી પ્રાપ્ત થઈ તેના આધારે આ તીર્થના મહાપ્રભાવને લોકભોગ્ય ભાષામાં સંક્ષિપ્તમાં વર્ણવવાનો અલ્પ પ્રયાસ કરેલ છે. વાચકવર્ગના ગિરનાર મહાતીર્થયાત્રા કરવાના ઉલ્લાસમાં આ પુસ્તક વિશેષ વૃદ્ધિકારક બને અને સૌના હૈયામાં તીર્થભક્તિની ભાવધારામાં વધારો કરવામાં સહાયક બને એ જ અભિલાષા. પ્રાન્ત આ પુસ્તિકાના લેખન દરમ્યાન સહાયક બનેલ અનેક ગ્રંથાદિના લેખક-પ્રકાશકાદિનો હું અત્યંત ઋણી છું. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધ ક્ષમા યાચું છું. આ પુસ્તિકાના વાંચન દ્વારા અનંતા તીર્થકરોની સિદ્ધભૂમિની આરાધના દ્વારા આપ સૌ પણ સિદ્ધપદને પામો એ જ મંગલકામના સાથે વિરમું છું. શ્રી નેમિનાથ દીક્ષા કલ્યાણકદિન શ્રાવણ સુદ, ૬, સં. ૨૦૬૫. ગિરનાર તળેટી. લિ. ભવોદધિતારક ગુરૂપાદપઘરેણુ મુનિ હેમવલ્લભવિજય ========:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: Y F :::::::: ::: :: r r rrr r rr ::::::::Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 128