Book Title: Chalo Girnar Jaie Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh View full book textPage 6
________________ પ્રા કથન ચૌદ રાજલોકમાં લોકોત્તર એવા જિનશાસનમાં ત્રણેય ભુવનમાં સર્વોત્કૃષ્ટ તીર્થ તરીકે શત્રુ અને ગિરનાર મહાતીર્થની ગણના કરવામાં આવે છે. વર્તમાન ચતુર્વિધ સંઘમાં તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થનો મહિમા સુપ્રસિદ્ધ છે, જ્યારે તેવા જ મહામહિમાવંતમહાપ્રભાવક શ્રી ગિરનાર મહાતીર્થના માહાભ્યથી સકળ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ લગભગ અજ્ઞાત છે, જેના કારણે છેલ્લા કેટલાય વર્ષોથી જાયે-અજાણે પણ આ મહાતીર્થની ઉપેક્ષા સેવાતી હોવાનું સ્પષ્ટ જણાય છે. આજે જગપ્રસિદ્ધ એવા શત્રુંજયગિરિરાજની યાત્રા કરવા દર વર્ષે લાખો જૈન શ્વેતામ્બર ભાવુક વર્ગ જાય છે જ્યારે તેવા જ જગપ્રસિદ્ધ શ્રીરૈવતગિરિરાજ (ગિરનાર) મહાતીર્થની યાત્રા કરવા દર વર્ષે મુશ્કેલીથી ૫૦ હજાર જૈન શ્વેતામ્બર ભાવુકજનો જય છે. ભારતભરના વિવિધ ધર્મ-સંપ્રદાયમાં સૌ-સૌના ધર્મગ્રન્થોમાં અનેક પ્રકારે ગિરનાર મહાતીર્થનો મહિમા ગાવામાં આવ્યો છે. આજે હિન્દુ સમાજમાં વૈષ્ણવ, બ્રાહ્મણ, શિવભક્ત, રામભક્ત, દત્તભક્ત, અંબાભક્ત, બૌદ્ધભક્ત આદિ તથા જૈન શાસનમાં દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાય ધર્મના અનેક ભક્તજનોની આસ્થાનું પ્રતિક આ ગિરનાર ગિરિવર બનેલ છે. વિવિધ ધર્મ-સંપ્રદાયનાગિરનાર અંગેના વિવિધ માહાભ્યને કારણે પૂર્વકાળથી કેટલાક સ્થાનના હક્ક અને કાની બાબતમાં અનેકવિધ વાદ-વિવાદોના વાયુવંટોળના ઘસમસતા વાવાઝોડાની વચ્ચે ઝીંક લેતો ગઢ ગિરનાર આજે પણ અડોલ ઉભો રહી લાખો શ્રદ્ધાવંત ભક્તજનોની શાંતિ અને સમાધિનું ધામ બનેલ છે. મારા ભવોદધિતારક ગુરૂદેવશ્રી પ.પૂ. પં. ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબની ભાવનાનુસાર સહસાવન તીર્થોદ્ધારક, સાધિક 8000 ઉપવાસ અને ૧૧૫૦૦ અયંબિલના ઘોર તપસ્વી સ્વ. પૂજ્યપાદ આચાર્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની જીવનસંધ્યાના ૧૩-૧૩ વર્ષ સુધી તેમના શીતળ સાન્નિધ્યમાં રહેવાનું સૌભાગ્ય પામ્યો છું. શ્રી શત્રુંજય અને ગિરનાર મહાતીર્થના પરમોપાસક, અવિહડ શાસનરાગધરાવતાં પૂજ્યપાદશીની શાસનના વિવિધ અંગોના પ્રશ્નો અંગેની વેદનાઓને ખૂબ નીકટથી નિહાળી છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી જૈન શ્વેતામ્બર સમાજ દ્વારા આ ગિરનાર મહાતીર્થની થતી ઉપેક્ષાથી તેઓશ્રી અત્યંત વ્યથિત હતા. તેથી જીવનના છેલ્લા દિવસોમાં પણ સમસ્ત જૈન શ્વેતામ્બર ભવ્યજીવો ગિરનારના મહિમાને જાણે અને યોગ્ય ન્યાય આપે તે માટે કોઈ સાહિત્યની રચના થાય તેવી ભાવના મારી પાસે પ્રગટ કરી, તે જ દિવસે તેઓશ્રીના આશિષ લઈ ગિરનાર મહાતીર્થ વિશે એક દળદાર ગ્રંથના પ્રકાશનના સંકલ્પપૂર્વક લેખનકાર્ય શરૂ કર્યું. TET-TET- TET -T===== ========== 'TER 1 TET : TET Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 128