________________
ભગવાન પાર્શ્વનાથ : 13.
હે પુત્ર! આ પ્રસેનજિતની કન્યા સર્વ પ્રકારે ગુણસંપન્ન છે, રૂપવાન અને વિનયશીલ છે. તારે માટે તે ગ્ય કન્યારત્ન છે. આ કન્યારત્નને સ્વીકાર કરી તે પ્રસેનજિત રાજાની ચિંતા દૂર કરે અને અમારા મનોરથ પૂર્ણ કર.”
પાશ્વકુમારે પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હે પિતાજી! અવિનય લાગે તે ક્ષમા કરે પણ સ્ત્રી આદિ સર્વ પદાર્થો અનિત્ય છે તેને ગ્રહણ કરવા હું ઈચ્છતું નથી. હું તે સર્વ પદાર્થોને ત્યાગ કરવા ચાહું છું તે પછી શા માટે પાણિગ્રહણ કરું ?”
રાજા અશ્વસેને કુમારને પુનઃ પુનઃ સમજાવવા પ્રયત્ન કર્યો. છેવટે પિતાજીના આગ્રહને વશ તેમનું વચન ઉલ્લંઘન કરવાને અસમર્થ પાWકુમારે પૂર્વ પ્રારબ્ધને પછાડી દેવા પ્રભાવતી સાથે પાણિગ્રહણ કર્યું.
કમઠને બોધ એક વાર પાર્શ્વકુમાર વનવિહાર માટે નીકળ્યા હતા. નગરના એક માર્ગમાં એક તાપસ યજ્ઞ કરી રહ્યો હતે. તે યજ્ઞ કરનાર તાપસ ફળાહાર કરી જંગલમાં રહેનાર તપસ્વી હતા.
આ યજ્ઞથી આમલાભ નથી તેમ વિચારી પાર્શ્વકુમાર તેની પાસે જઈ અજ્ઞાનયુક્ત આ કિયાથી મુક્ત થવાને તેને ઉપદેશ આપવા લાગ્યા, અને અહિંસાધર્મનું હાર્દ સમજાવવા લાગ્યા કે, “હે તાપસ ! હિંસાથી ઉપજતાં કર્મોનું ફળ અસાધ્ય રોગે, અધોગતિ, વિકલાંગાણું છે. દયા વિનાને ધર્મ દરવાજા વગરના નગર જેવા છે.” પણ તાપસ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com