________________
ભગવાન પાર્શ્વનાથ : 41
સમજાવતાં કહ્યું કે, “જે માનવ આ ચાર ભાવનાઓથી વિભૂષિત છે તે ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શુકલધ્યાનની પાત્રતા મેળવી સર્વ આધિ-વ્યાધિ ઉપાધિથી મુક્ત સમાધિસુખને સંચય કરે છે. પરિણામે તે જીવ આત્માના સમતાસ્વરૂપને પામીને શુદ્ધબુદ્ધ અને મુક્ત થઈ જાય છે. આ સમતાના સ્વરૂપનાં વિવિધ અંગે છે. તેમાં મૈત્રીનું સ્વરૂપ આ પ્રમાણે છે.
મૈત્રી : મૈત્રી એટલે જગત પ્રત્યે નિઃસ્પૃહતા, નિઃ સ્વાર્થતા, નિભતા, નિરતા છે. સર્વાત્મા પ્રત્યે સમભાવ છે. આત્મા પ્રત્યે સન્મુખતા, પરમાત્મા પ્રત્યે લીનતા, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુથી માંડીને તમામ છ પ્રત્યે અનુકંપા છે. જેના ભાવમાં કેવળ પ્રેમ, સૌખ્ય અને સમાન ભાવ રહ્યો છે, તે સાધક આત્મા મૈત્રીભાવથી ભરપૂર હોવાથી સ્વર સુખશ્રેય સાધી લે છે. મૈત્રીભાવનાના પવિત્ર ઝરણમાં સ્નાન કરી પાવન થઈ ચેતનાશુદ્ધિને પામે છે. સર્વ છે સુખી થાઓ તે મૈત્રીને જીવનમંત્ર છે.
પ્રમોદ : અમેદભાવનાનું સ્વરૂપ સમજમાં આવવાથી સાધક આત્મા અન્યના ગુણ જોઈને, અનુભવીને પુલાત થાય છે. ચિત્તની આવી સરળતાથી ગુણગ્રહણ થઈ જીવન પ્રસન્ન રહે છે. અન્યના દોષે જોવાનું કૃત્ય તેનાથી છૂટી જાય છે. પિતાના ગુણોને નમ્રતાથી ધારણ કરીને અન્યના ગુણોને ગ્રહણ કરી સાધક ધર્મધ્યાનની પાત્રતાને સ્વામી બને છે. અન્યના ગુણોને લાભ વગરપરિશ્રમે મળી જતો હોય તે જીવે નમ્ર બનીને તેને સ્વીકાર કરવા જેવી મનની
ના ગુણોને નાનું દુષ્કૃત્ય તેના
ગુણોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com