________________
40 : જૈનદર્શન શ્રેણી : ૨-૩
જન્મકલ્યાણક આદિ દરેક અવસરે દ્વારા આત્મસાધનાનું બળ વધારતા રહે છે અને સમકિતને શુદ્ધ કરતા રહે છે.
આઠમો ભવ: રાજકુમાર અને સિંહ આવી ઉત્કૃષ્ટ ભાવનાઓ ભાવતા વળી અવધિજ્ઞાન. વડે પૂર્વના મુનિમણુની આરાધનાના સુખનું સ્મરણ કરતાં આયુષ્ય પૂર્ણ થયે મરુભૂતિ અધ્યા નગરીના વજીબાહ રાજાની પ્રભાવતી રાણીની કુક્ષીએ પુત્રપણે જન્મ પામે. માતા-પિતાએ પુત્રપ્રાપ્તિના આનન્દમાં તેનું નામ આનંદરાખ્યું. રાજ્યને યોગ્ય સર્વ કળાઓમાં નિપુણતા મેળવવા છતાં પૂર્વજન્મના દઢ સંસ્કારને કારણે આનદકુમાર આત્મકલ્યાણને અનુરૂપ ધર્મારાધનમાં પ્રવૃત્ત હતું અને સર્વ પદાર્થોથી મુક્ત થવાના ભાવે અંતરંગમાં દઢ કરતે હતે. છેલા ભવમાં મુનિપણાનું આરાધન કરેલું હતું. તેના સંસ્કારેથી આનન્દકુમારનું અંતરંગ વૈરાગ્યભાવનામાં રમતું હતું,
મહદ પુણ્યના બળે એક વાર રાજ્યના ઉદ્યાનમાં વિપુલમતિ મુનિમહારાજની પધરામણી થઈ હતી. આનંદકુમાર માતાપિતા સાથે દેશના સાંભળવા બેઠે હતે. જ્ઞાની મુનિ મહારાજને ઉપદેશ પણ અપૂર્વ હતે.
આચાર્ય સંસારનું સ્વરૂપ સમજાવતા હતા. ધર્મધ્યાનને પ્રેરક મૈત્રી આદિ ભાવનાઓ દ્વારા સમતાના સ્વરૂપને ઉપદેશ આપતા હતા. તેમની દિવ્ય વાણીની ધારા વહી રહી હતી. આનંદકુમારની શ્રવણુધારા પણ ભાવપૂર્ણ પણે ઉલ્લસિત
હતી. મુનિમહારાજે મૈત્રી આદિ ભાવનાનું અપૂર્વ સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com