________________
38 : જેનદર્શન
: ૨-૩
કેમ? તે શું વિચારમાં હતા? આત્મદર્શનથી પ્રગટેલી સાચી દ્રષ્ટિ તેમને સતત જાગ્રત રાખતી હતી કે – ના મારા તન રૂ૫ કાંતિ યુવતિ ના પુત્ર કે ભ્રાત ના, ના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારા ધનધામ યૌવન ધરા એ માંહે અજ્ઞવના, રે! રે! જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના.”
ચકવતી વનાભિની ઉદાસીનતા વૃદ્ધિ પામતી જતી હતી અને સંસારભાવના નષ્ટ થતી જતી હતી. સતત એક વિચારધારા ચાલતી હતી કે આ સંસારને ત્યાગ કયારે કરું? કયારે મને એ વેગ પ્રાપ્ત થશે? સંસારની ત્યાગભાવના અને કેવળીભગવંતના દર્શન માટે આતુર રાજા એક વાર મહેલના ઝરુખે ઊભા હતા. તેના મનના ભાવેને જાણે વાચા મળી હોય તેમ દૂરથી તેણે જગલમાં કેવળીભગવંત. ને આવતા જોયા. ચક્રવતી પદને વીસરી ખુલ્લા પગે મહેલમાંથી નીકળીને તે ભગવંતની સમીપે પહોંચી ગયા અને તેમના ચરણે સમર્પિત થઈ ગયા. ભગવાનને બંધ હૈયે ધારણ કરી સંસારનાં બંધનેને ત્યાગી મેક્ષપંથે ચાલી નીકળ્યા.
મુનિપણું ગ્રહણ કરીને વજીનાભિ સંઘ સાથે ગામેગામ વિહરતા હતા. એક સાંજે મુનિ જંગલમાં ધ્યાનમાં મગ્ન હતા. ત્યાં તે દૂરથી સનનન કરતું તીર આવ્યું અને મુનિની છાતીને આરપાર વધી ગયું. મુનિ તે દેહભાવથી ઉપર ઊઠેલા હતા. તેથી તીર અને શરીર એકેને આત્મ
ભાવને સ્પર્શ પણ ક્યાંથી હોય? સમતાભાવમાં આરૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com