________________
ભગવાન પાર્શ્વનાથ : 47
વીતરાગ પ્રભુને માર્ગ તે લકત્તર રહ્યા છે. સર્વ વીતરાગ ભગવતેએ એ જ ધર્મને ઉપદેશ આપે છે. કોઈ વિરલા જીવે તેવા લોકેત્તર માર્ગને અનુસરી સાચું દર્શન પ્રાપ્ત કરે છે અને ભક્તિ દ્વારા નિર્મળ થઈ વીતરાગતાને ત્યજીને કર્મબંધનથી મુક્ત થવાની દિશામાં પગલાં ભરે છે, અને શાશ્વત સુખના સ્વામી થાય છે.
ધરણેન્દ્ર-પદ્માવતીને પ્રભાવ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા વીતરાગ હોય છે. તેઓ જગતમાં કઈ પણ પ્રકારનાં સુખ કે દુઃખને આપનારા નથી કે લેનારા નથી. પરંતુ તેમની પરમ પવિત્ર અરિહંત કે સિધ્ધાવસ્થાનું પ્રેરક બળ એવું છે કે તેમના નામનું સ્મરણ કરવાથી જીવમાત્ર રવયં શુભ ભાવનાને ગ્રહણ કરે છે. તેથી સુખ પામે છે અને વળી જીવનને જેમ જેમ પવિત્ર બનાવે છે તેમ તેમ સ્વયં પિતે જ તે પરમ પદને પામવાને અધિકારી બને છે. છતાં પાર્શ્વનાથ ભગવાનના વિશેષ મહિમાનું એક કારણ એ છે કે તેમનું પુણ્યબળ ઘણું પ્રબળ હતું. તેથી સૌ તીર્થકર કરતાં તેમની પૂજાના પ્રકારે કે તીર્થો વિશેષ જોવા મળે છે.
આપણે ભગવાનની જીવનકથામાં જોયું કે સર્પયુગલ ભગવાનને બેધ ગ્રહણ કરી સદ્ગતિ પામે છે તે ધરણેન્દ્ર અને પદ્માવતી તરીકે પ્રસિદ્ધ થયાં. તેઓ ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે ભગવાનના ભક્તને સહાય કરતાં, અને
ભગવાનની ભક્તિ પણ કરતાં. પરમાત્મા તે નિસ્પૃહ હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com