________________
ભગવાન પાર્શ્વનાથ : 45
કંગાળ થઈ ગયું છે! માનવી આકૃતિએ માનવ હોવા છતાં પ્રકૃતિએ પશુવૃત્તિથી પામરતા પામતે જાય છે, અને પછે પશુપ્રકૃતિમાં જીવનને ફેરવી નાખે છે. એક જ વંશમાં જન્મેલા માતાપિતાના સમાન વારસે અને શિક્ષણ પામેલા મરુભૂતિ અને કમઠના જીવનરાહો કેવા ફંટાઈ ગયા ? એકજીવનની શુદ્ધિની ચરમસીમાનાં શિખરે ચઢતે ગયે, બીજે ઊંડી ખીણમાં ગબડતે ગયે. એમ નવ ભવ અને દીર્ઘકાળ નીકળી ગયે.
અંતમાં તેનું જે પરિણામ આવ્યું તે પાર્શ્વનાથના અંતિમ જન્મ દ્વારા આપણી સમજમાં આવે છે. પામરમાંથી. પરમ બનતા કે દીર્ઘકાળ નીકળી જાય છે. પણ જે એક વાર સાચી દિશા પકડાઈ જાય તે પરમતત્વ એ આત્માનું જ સ્વરૂપ હોવાથી કમે કમે પ્રગટ થઈ જાય છે. મરુભૂતિ અને કમઠની કથા જ્યાંથી શરૂ થાય છે તે પહેલાં પણ એ જીવે એ અનાદિકાળ સુધી સૃષ્ટિનું ભ્રમણ કર્યું હતું. જીવ જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેના વિકાસની કથા પ્રારંભ થાય છે તે પ્રમાણે ભગવાન પાર્શ્વનાથની કથા આ નવ ભવ દ્વારા જાણવા મળે છે. અને સાથે સાથે કમઠની અવદશાને પણ ખ્યાલ આવે છે. છતાં લેતું પારસને સ્પશીને જેમ સ્વયં પારસ–સુવર્ણમય બને છે તેમ કમઠ ભગવાનને સ્પર્શ પામીને પરમતત્વને પામવા જેટલી ભૂમિકાએ પહોંચી શક્યો. ભગવાનની એ કરુણ દ્વારા જગતમાં જે સુખ અને આનંદને માર્ગ ગ્રહણ કરી શકે છે. નમન હે ભગવાન પાર્શ્વનાથને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com