________________
46 : જૈનદર્શન-શ્રેણી : ૨-૩
ભગવાન પાર્શ્વનાથની કેટલીક વિશેષતાઓ
જૈનધર્મની પરંપરામાં દરેક ચોવીશીમાં વીશ તીર્થ કરે હોય છે. વર્તમાન ચોવીશીના ત્રેવીસમા ભગવાનશ્રી પાર્શ્વનાથને અતિશય મહિમા પ્રગટ થયે છે. લગભગ ૨૭૦૦ વર્ષ પહેલાં જન્મ પામેલા શ્રી પાર્શ્વનાથના જન્મદિવસે આજ પર્યત પોષ દશમના નામે માગશર વદ ૧૦ ના દિવસમાં સાધકે અઠ્ઠમતપની આરાધના કરે છે. સવિશેષ તે ગુજરાતમાં આવેલા મહાન તીર્થ શ્રીશંખેશ્વર પાર્શ્વને મહિમા ઘણે અભુતપણે વિસ્તરતું જાય છે. આ તીર્થની યાત્રામાં ચમત્કારિક ઘટનાઓ ઘટી છે. શાસનદેવેના સહાયના અનુભવ અસ્તિત્વમાં આવ્યા છે. આ પ્રતિમા ઘણી પ્રાચીન છે અને નદીની વેળમાંથી બનેલી છે. તેના ઉપર મેતીને લેપ કરી રક્ષવામાં આવી છે.
આ તીર્થમાં ભક્તિની આરાધનાનું પ્રમાણ વિશેષપણે જણાય છે. દિવાળી જેવા પર્વમાં હજારો માનવે શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન-પૂજા માટે ઊમટે છે. જપનું અનુષ્ઠાન કરે છે. લૌકિક ચમત્કારે અનુભવે છે. જાણે છે અને માણે છે. આ ઉપરાંત ભારતભરમાં પાર્શ્વનાથ પ્રભુનાં સેંકડો તીર્થો છે. કથંચિત વધુમાં વધુ પ્રતિમાનું સ્થાપન પણ પાર્વ નાથની પ્રતિમા હશે તેમ કહી શકાય. પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ નામ પ્રસિદ્ધિ પામ્યાં છે, તે એક પ્રકારનું પુણ્યબળ છે, કારણ કે વીસ તીર્થકરની વીતરાગતા અને સર્વજ્ઞતા તે સમાન જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com