________________
48 : જૈનદર્શન-શ્રેણી : ૨-૩
પણ ભક્ત ભક્તિ કર્યા વગર રહી શકતો નથી. ધરણેન્દ્ર-પદ્યાવતી ભક્તની સહાય કરવાની ભાવનાવાળાં હોઈ તેઓ ચમકારિક દેવદેવી તરીકે પ્રસિદ્ધિ પામ્યાં અને લેકે લૌકિક ભાવે તેમની પૂજા કરવા લાગ્યા. વળી કઈ સમયે શાસન પર આપત્તિ આવે ત્યારે આચાર્યો પણ તેમની સહાય વડે સંકટનિવારણ કરવાના પ્રસંગે જાણવા મળે છે. સવિશેષ તે અન્ય તીર્થકરના આવાં દેવદેવી જે યક્ષ-યક્ષિણી ગણાતાં તેમને આયુષ્યકાળ પૂરો થયો હોય છે જ્યારે આ દેવદેવીનું આજે પણ દેવલેકમાં અસ્તિત્વ છે. તેથી પણ તેમને સવિશેષ પ્રભાવ છે. એટલે જ્યાં જ્યાં પાર્શ્વનાથનું મંદિર હોય ત્યાં પદ્માવતીદેવીનું સ્થાન અવશ્ય હોય છે અને તે પુજાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com