________________
ભગવાન પાર્શ્વનાથ : 31
કમઠ રાજ્યની હદ બહાર કઈ તાપસે સાથે ભળી જઈને તાપસ બન્યું હતું. પૂર્વનાં કુલક્ષણે તે ભાવ ભજવતાં રહ્યા, એટલું અજ્ઞાનનું સેવન કરે તે તાપસ જંગલમાં સમય પસાર કરતા હતા, પણ કંઈ આત્મહિત પ્રાપ્ત કરી શક્યો ન હતે.
મરુભૂતિ કમઠને શોધતે જંગલમાં આવી પહોંચે. કમઠે દુરથી જોયું કે આવનાર મરુભૂતિ જ છે તેથી તેને જોતાં અંદરથી વેરની આગ ભભૂકી ઊઠી. અવિચારી એ કમઠ મરભૂતિને આવકારવાને બદલે તેની સામે દોડીને એક શિલા મરૂભૂતિના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિ બેભાન થઈને ઢળી પડ્યો. જરાક ભાન આવતાં પિતાની આવી દુર્દશા જોઈને તથા માથાની અસહ્ય વેદનાના ઉદયથી તેની મનવૃત્તિ પલટાઈ ગઈ. તે અશુભ ધ્યાનના પરિણામસહિત મૃત્યુ પામી તે જ રાજ્યની બહાર જંગલમાં હાથી તરીકે ઉત્પન્ન થયો.
બીજો ભવ: હાથી અને સર્ષ મરુભૂતિ મૃત્યુ પામી, હાથીને દેહ ધારણ કરી વનમાં ભમતું હતું. આ બાજુ કમઠનું આવું દુષ્કૃત્ય જાણું તાપસ મહંતે તેને કાઢી મૂક્યો. તેથી તે ચેરના ટોળામાં ભળીને વળી દુષ્ટ કર્મો આચરતે રહ્યો. અંતે મૃત્યુ પામી તેના પરિપાકરૂપે તે જ જંગલમાં તે વિષયુક્ત મહાસર્પ થ. બને ભાઈઓ અશુભ ભાવ દ્વારા કર્મની વિચિત્ર શંખલામાં અટવાઈને પશુનિમાં ઉત્પન્ન થયા.
મરુભૂતિના મૃત્યુના સમાચાર જાણે અરવિંદ રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com