Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ 30 : જેનદર્શન શ્રેણું : ૨-૩ એક વાર મરુભૂતિ રાજા સાથે યુદ્ધમાં ગયે હતા. તેની પત્ની મનેરમા દાસીઓ સાથે ઉદ્યાન માં ફરવા નીકળી હતી. આ તકનો લાભ લઈ કમઠે મનેરમાને રીઝવવા પ્રયાસ કર્યો. મનેરમા શીલવાન હતી. પણ તે જાણતી હતી કે કમઠના હાથમાંથી છટકવું મુશ્કેલ છે તેથી મનેરમાએ સમયસૂચક્તા વાપરી. તેણે કમઠને અમુક દિવસે મહેલમાં આવવા આમં. ત્રણ આપ્યું. કમઠ તે પ્રસન્ન મનથી તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો. નિયત દિવસે તે મનરમાના મહેલમાં પહોંચી ગયે. મનેરમા જાણતી હતી કે પતિની ગેરહાજરીમાં રક્ષણ થવું કપરું છે, આથી તે છૂપી રીતે પિતાના પિતાના રાજ્યમાં પહોંચી ગઈ હતી. કમઠ મહેલમાં આવીને તપાસ કરી તે ખબર પડી કે મને રમા તે ચાલી ગઈ છે. આથી છંછેડાઈને દાસીઓ વગેરેને મારઝૂડ કરી, કેઈન પર બળાત્કાર કરી, અતિશય ગુસ્સે થઈ તે ચાલ્યા ગયે, રેજે. રેજ મનેરમાને મેળવવાના અને વિચારતો રહ્યો. યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી રાજા નગરમાં પાછા આવ્યા હતા અને મરુભૂતિ પાછળની વ્યવસ્થા સંભાળવા રોકાયા હતા. રાજાને કમઠના દુરાચારની અને પોતાના જ ભાઈની પત્નીની દુર્દશા કરવાના પ્રયત્નની જાણ થતાં ક્રોધે ભરાઈને ન્યાયની રક્ષા કરવા ખાતર મરુભૂતિના આવતા પહેલા જ તેને રાજ્યની હદપાર કર્યો. જિતેલા રાજ્યને કારભાર પતાવી મરભૂતિ પાછા આવ્યા ત્યારે તેને આ સર્વ વાત જાણવા મળી, છતાં કમઠ પ્રત્યેના પ્રેમને વશ થઈ કમઠે જાણે કંઈ ગુને કર્યો જ ન હોય તેમ તેની શોધમાં જગલમાં ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52