________________
34 : જૈનદર્શન શ્રેણી : ૨-૩
જોવામાં આવે છે તે પુણ્યને વેગ છે અને તે પણ મૃગજળ જેવું છે. વળી કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે તેને વશ પડેલા માનવે અત્યંત દુઃખ ભેગવે છે અને વળી નવાં કમેં ઉપાર્જન કરી જન્મ અને મૃત્યુનું દુઃખ પામે છે. આ દુઃખનું મૂળ કારણ રાગ-દ્વેષ, મેહ અને અજ્ઞાન છે.
જ્યાં સુધી જીવ તે સર્વથી નિવૃત્તિ કરતું નથી ત્યાં સુધી તે દુઃખથી મુક્ત થતું નથી. તું તારા પૂર્વભવને વિચાર કરે કે મેં માનવદેહ મળવા છતાં તે ભાવમાં સુખનું કઈ કાર્ય સિદ્ધ ન થયું, અને અશુભ ભાવના કારણે આ જંગલમાં હાથીપણે ઉત્પન્ન થઈ જંગલનાં દુઃખે તે સહન કર્યા, માટે હવે તું વિચાર કર અને સમતાપૂર્વક હારેલી બાજી સુધારી લે.”
મુનિને ઉપદેશ સાંભળીને હાથીની આંખમાં અશ્રને પ્રવાહ વહી રહ્યો હતો. મૂંગું પ્રાણી સંજ્ઞા દ્વારા પશ્ચાત્તાપસહિત અશ્રુબિંદુઓ દ્વારા ઘણું કહી રહ્યો હતો કે, “હે ગુરુદેવ! હવે આ સંસારના ત્રિવિધ તાપથી તારે. એવું રહસ્ય સમજાવે કે જન્મમરણ મટી જાય.” હાથી દેશના સાંભળતે હતે. ઉત્કૃષ્ટ પરિણામની ધારામાં તે તલ્લીન થતું હતું તેવી સુભગ પળે મુનિરાજની નિશ્રામાં તેને સમ્યગદર્શન પ્રગટ થયું. જે કાર્ય તે માનવદેહમાં કરી ન શકયો કાર્ય તેણે પશુના જીવનમાં સિદ્ધ કર્યું. ધન્ય તેના પરિણામને કે તિર્યંચ હોવા છતાં તેણે મેક્ષને માર્ગ પકડી લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com