________________
32 : જેનદર્શન શ્રેણી : ૨-૩
ઘણે શોકાતુર થઈ ગયે. સંસારના વિચિત્ર સ્વરૂપને વિચારતો તે સમી સાંજે મહેલની અટારીમાં બેઠો હતો. વર્ષાકાળ હોવાથી આકાશમાં વાદળના અવનવા આકાર રચાતા હતા અને વિખરાતા હતા. પ્રકૃતિની આવી સર્જન-વિસર્જનની ક્ષણભંગુરતા જોઈ રાજાના મનમાં એ વિચાર જાગે કે સંસારના સુખભેગ પણ આવા નશ્વર છે! તેમાં રાચીને માનવભવ હારી જવા જેવો નથી. રાજાના આ મનેભાવને જાણે પડઘે પડતું હોય તેમ તે જ સમયે દ્વારપાળે રાજાને સમાચાર આપ્યા કે, “ઉદ્યાનમાં આચાર્ય ભગવંત પધાર્યા છે.” દ્વારપાળને ભેટશું આપી વિદાય કરી, રાજાએ ઉત્સાહસહિત તે દિશામાં વંદના કરી. આનંદિત થઈ આચાર્યશ્રીના દર્શનના સ્વપ્ન સેવત તે નિદ્રાધીન થયે.
વહેલી સવારે રાજા યાચિત તૈયારી કરી ગુરુવંદના માટે ઉદ્યાનમાં પહોંચી ગયે. આચાર્યશ્રીની આત્મહિતકર અમૃતવાણું સાંભળી રાજાના મનમાં ઉત્તમ ભાવ જાગ્યા અને તેમની વૈરાગ્યભાવના દઢ થઈ. એમણે રાજદરબારમાં જઈને જાહેર કર્યું કે, “કાલે સવારે રાજકુમાર રાજ્યાભિષેક કરવામાં આવશે, અને તે પછીના મુહૂર્ત રાજા સર્વ સંગ પરિત્યાગ કરી ગુરુચરણની ઉપાસના કરી આત્મસાધનાર્થે જીવન ગાળશે.”
હાથી બોધ પામે સંસાર ત્યાગ કરી અરવિંદ રાજા મુનિપણું સ્વીકારી જંગલમાં વિશાળ સંઘ સાથે વિહરી રહ્યા હતા. જ્યારે જંગલમાં એક જગાએ સંઘને પડાવ પડયો હતું ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com