________________
ભગવાન પાર્શ્વનાથ : 33.
અચાનક સૌ દોડાદોડી કરવા લાગ્યા. એ જંગલમાં હાથીને પિતાની ભૂમિ પર માનવસમૂહે જમાવેલું આધિપત્ય પસંદ ન હતું. તેથી તે તેફાને ચઢયો હતે. સૂઢ વડે વૃક્ષને ઉખેડતે, માનવેને ઉછાળતે, ધસમસતે એક વૃક્ષ નીચે મુનિરાજ બેઠા હતા ત્યાં આવી પહોંચે. પણ આ શું ? એણે દૂરથી મુનિરાજની છાતી વચ્ચે એક કમળ જેવું ચિહ્ન જોયું અને ક્ષણભર તે વિચારમાં પડી ગયો. તેને થયું કે આવું કંઈક મેં જોયું છે. તેફાન શમી ગયું અને ધીમે પગલે તે મુનિરાજની નજીક આવી, સૂંઠ નમાવીને તેમના ચરણે બેસી ગયે. મુનિરાજે તેના પ્રત્યે કરુણાભરી નજર કરી તેને આવકાર્યો. | મુનિરાજે આંખ બંધ કરી ત્યારે ધ્યાનમાં જણાયું કે હાથી તે મરુભૂતિને જીવ છે. મૃત્યુસમયના અશુભ પરિ ગામથી તે તિર્યંચ ગતિને પામ્યા છે. આથી તેમના મનમાં હાથી પ્રત્યે અત્યંત અનુકંપા જાગી. તેમણે હાથીને ઉદ્દેશીને કહ્યું કે, “હે વત્સ! તને આજે સુંદર વેગ મળે છે. તારા પૂર્વભવને વિચારી જે અને બેધ પામ. આ સંસારની રચના ઘણું વિચિત્ર છે. મહામહનિદ્રાવશ જગતમાં અજ્ઞાની
જે ભૂલા પડી વિષને અમૃત ગણી તેનું પાન કરી પુનઃ પુનઃ મૃત્યુ પામે છે. પુણ્યબળે કંઈક સુખ પામી વળી અતિ દુઃખને ભેગવે છે. એવા સંસારના ક્ષણિક સુખથી તું વિરામ પામ. આજે તારા મહત્વ પુણ્યને ઉદય થયું છે. આ બોધ ધારણ કરી તું સમતાને ધારણ કર.
આ સંસારમાં સૌ એકાંતે દુઃખી છે. જે કંઈ સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com