________________
28 : જૈનદર્શનશ્રેણી ૨-૩
જ્યારે લેકમાંથી ધર્મભાવના ઓસરતી જાય ત્યારે તેમાં નવું ઓજસ પૂરવા આવા મહાપુરુષે ઉપદેશ દ્વારા તેનું ઉત્થાન કરતા હોય છે. કેઈ તીર્થકર ને ધર્મ પ્રગટાવતા નથી, કારણ કે મૂળ ધર્મ સનાતન ધર્મ છે, તેથી પૂર્વની ધર્મપ્રણાલીને તીર્થકર પિતાના પૂર્ણ જ્ઞાન દ્વારા પુનઃ નિરૂપણ કરે છે અને તે દ્વારા લેકજાગૃતિ આણે છે. સર્વજ્ઞના એ ઉપદેશ દ્વારા ભવ્ય જીવે દુઃખમુક્તિનું સાધન જાણી તેનું પાલન કરી શાશ્વત સુખની પ્રાપ્તિ કરે છે.
*
*
ભગવાન પાર્શ્વનાથના પૂર્વ નવ ભવ
(પામરમાંથી પરમ થવાની શ્રેણી) જગતવાસી જીવેએ એક વાત સમજી લેવા જેવી છે કે જીવમાત્ર સંસારમાં ભ્રમણ કરતા આવ્યે છે. ગાનુયોગ તેને એ સંગ મળી જાય છે કે તે પામર મટીને પરમ બને છે. ભગવાન પાર્શ્વનાથન જીવે પણ સંસારની ઘણી ચઢતી-ઊતરતી દશાઓમાંથી પસાર થયા પછી સત્ પુરુષાર્થ દ્વારા પરમ તત્વને પામ્યા હતા. શાસ્ત્રકારોએ તેમના આગળના આઠ ભવ દ્વારા આપણને આ રહસ્ય સમજાવ્યું છે કે દરેક આત્માને વિકાસકમ કેવા પ્રકારે દ્વારા થાય છે.
પહેલે ભવ: મરુભૂતિ અને કમઠ
ભગવાન મહાવીર સ્વામીના શાસનની પ્રભાવના ચેથા આરાને અંતિમ કાળમાં થઈ હતી તેવા યુગના પ્રારંભની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com