________________
ભગવાન પાર્શ્વનાથ : 27
પરિગ્રહને મેહ ઘટે કે તેને ક્ષય થાય તે જ્ઞાન અને દર્શન નાદિ પણ પ્રગટ થાય. એટલે મુનિને એક સંય પણ રાખવાની આજ્ઞા નથી. તેથી તેને નિગ્રંથ કહેવામાં આવે છે.
સાધક માટે આ પરિગ્રહની મૂછ જ સર્વ અનર્થનું મૂળ ગણાય છે. પરિગ્રડને કારણે મનુષ્ય કેટલાંય કુતર્ક અને કુકર્મ કરે છે. તેથી ભગવાને જીવ માત્રને પરિગ્રહના ત્યાગની કે અલ્પત્વની શિક્ષા આપી છે. પરિગ્રહને મેહ ઘટે તે જ માનવજીવનના કલેશ ઘટે છે અને સુખની પ્રાપ્તિ થાય છે.
સાધુ મહાવ્રતધારી રહે અને શ્રાવક આ ચાર વ્રતનું આંશિક પાલન કરે. અહિંસા, સત્ય, અચૌર્ય અને પરિગ્રહ-પરિમાણના વ્રત દ્વારા શ્રાવકાચાર પામનાર સાધક આત્મદર્શનની વૃદ્ધિ કરે છે. માટે સાધુ અને સાધક – સર્વ જીને આ ચાર વ્રત પાળવાની આજ્ઞા કરી છે.
ભગવાન પાર્શ્વનાથે ચતુર્વિધ સંઘ સાથે ગામેગામ વિહાર કરીને જીવને વિવિધ પ્રકારે ઉપદેશ આપ્યો હતે. તે ઉપદેશ પામીને ભવ્ય છ સંસારસાગર તરી જતા હતા. દયાસાગર પ્રભુ પાર્શ્વનાથના ઉપદેશનું દિવ્યપાન કરી જગતના જીવે સાચા સુખને સ્પર્શ પામી ધન્ય બની જતા. જે સમયે અજ્ઞાનવશ ધર્મના નામે હિંસા જેવા પ્રકારે ચાલતા હતા તેવા સમયમાં ભગવાને અહિંસાદિ ધર્મના ઉપદેશ દ્વારા લોકેને સાચી દિશા બતાવી. “આચારવિચારની શુદ્ધિ દ્વારા જ આત્મકલ્યાણ પામી શકાય, તેમ ભગવાન ઉપદેશ આપતા હતા. તે સમયે અહિંસાદિ ધર્મ કંઈ ન પ્રચાર પામ્યું હતું તેવું ન હતું. પણ જ્યારે
{ke
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com