________________
26 : જેનદર્શન શ્રેણું : ૨-૩
ત્રીજુ મહાવત : અચૌર્ય અચૌર્ય – ચોરી ન કરવી. કેઈની વસ્તુ વગર પૂજ્ય લેવી કે વિશ્વાસઘાત કરી પિતાની કરી લેવી તે ચેરી છે. અથવા પારકાની વસ્તુને પિતાની માનવી કે ગણવી તે ચોરી છે. વ્યાપારમાં કે વ્યવહારમાં અનીતિ તે ચેરી છે. કેઈને આઘક કે ઓછું આપવું, કઈ વસ્તુ પડાવી લેવી તે હિંસા જેવું મહાપાપ છે, કારણ કે જે જીવની વસ્તુ છીનવી લેવામાં આવે છે, તે જીવ કઈ વાર તે વસ્તુ માટે ઘણું કલ્પાંત કે દુઃખ સેવે છે. કેઈ વાર તે આત્મઘાત કરી લે છે. જીવન દરમ્યાન તે વાત વિચારી શકતું નથી, તેથી તે મૃત્યુ સુધી પીડા પામે છે. એથી કેઈની વસ્તુ પડાવી લેવી. તે અન્યને મહાદુઃખકર્તા હોવાથી તે ચેરીનું કૃત્ય હિંસાથી. પણ વધી જાય છે અને તેના પરિણામે માનવ માનવ મટી. પશુતામાં પરિવર્તન પામે છે, અર્થાત્ તેની અધોગતિ થાય છે.
ચેથું મહાવત : અપરિગ્રહ સંસારનો ત્યાગ કરનાર સાધક – મુનિ આંતરબાહા બે પ્રકારે પરિગ્રહને ત્યાગ કરે છે. બહારમાં સંસારનાં ઘર, વસ્તુ, પાત્ર, વસ્ત્ર, સ્ત્રી, પુત્રાદિ, ધન, સંપત્તિ, અનુચરે, જમીન ઇત્યાદિ સર્વ વસ્તુને ત્યાગ કરીને કેવળ નિગ્રંથ દશાને ગ્રહણ કરે છે, અને અંતરંગમાં ક્રોધાદિ કષાયને, વિષયાદિ વિકાર, પૂજા-સત્કારરૂપી કીતિને અને સર્વ પ્રકારની આસક્તિને ત્યાગ કરે છે. મુનિ પિતાના શિ પ્રત્યે કે જ્ઞાન પ્રત્યે પણ મમત્વ રાખે નહિ. પરિગ્રહની
મૂર્છાને કારણે જીવના જ્ઞાન-દર્શન ગુણને આવરણ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com