________________
24: જૈનદર્શન-શ્રેણું : ૨-૩
જ્ઞાન
થાય
પરિત્યાગ કરીને નીકળે ત્યારે સ્ત્રી આદિને ત્યાગ હેવાથી અલગ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરવાની પ્રથા ન હતી. સવિશેષ તે લોકોના મનની એવી સરળ દશા હતી કે અહિંસા અને અપરિગ્રહમાં બ્રહ્મચર્યવ્રતને સમાવેશ થઈ જાત. પ્રથમ મહાવત : અહિંસા એ ધર્મનું મૂળ છે
અહિંસાને ઉપદેશ આપતાં ભગવાન કહેતા કે ભાવહિંસાને ટાળે, ભાવહિંસા જ દુઃખનું કારણ છે. ભાવહિંસા એટલે રાગ-દ્વેષનાં પરિણામ. વિષયકષાયની તીવ્રતા તે ભાવહિંસા છે. રાગાદિ ભાવની અશુદ્ધિ દ્વારા માનવ પ્રથમ તે પોતાના જ આત્માને ઘાતક છે અને તેમાંથી અજ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. રાગાદિ ભાવયુક્ત ભાવહિંસાને ત્યાગ કર્યા વગર માનવ સાચું સુખ પામતા નથી. માટે અહિંસાધર્મનું સેવન કરવું, અને શુદ્ધ ભાવના કરવી.
દ્રવ્ય–બાહ્ય હિંસા તેનાનામેટા અન્યને જીતીને મન, વચન, કાયા દ્વારા દુઃખ પહોંચાડવું કે ઘાત કરે તે છે. જેવું મને મારું સુખ વહાલું છે તેવું સર્વ જીવને પિતાનું સુખ વહાલું છે. વાસ્તવમાં કઈ જીવ એક જીવને દુઃખ આપી કે મારી શકતો નથી પણ તેવા ભાવ કે ક્રિયા કરીને પિતે જ પિતાને ઘાત કરે છે. માટે જગતના તમામ જી પ્રત્યે મૈત્રીભાવ રાખ. સર્વાત્મમાં સમાન ભાવ રાખવો. કઈ જીવને દુઃખ આપવાની મનવૃત્તિ કરવી નહિ તે બાહ્ય અહિંસા છે. જો તમે સુખ ઇચ્છે છે તે અન્યને પણ સુખ આપવાની મનવૃત્તિ રાખો. એક અહિંસાધર્મમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com