________________
22 : જૈનદર્શન-શ્રેણી : ૨-૩
જગતમાં અંધકારના ઓળા પથરાઈ ગયા. ધમીજને પ્રભુવિરહથી દુઃખ પામ્યા. છતાં પુનઃ તેવા યુગને પામવા સ્તુતિ કરી વિરામ પામ્યા.
ભગવાન પાર્શ્વનાથના સમયની લેકમનેદશા
શાસ્ત્રકારે જણાવે છે કે વીસ તીર્થકરેના શિષ્યની મનેદશા ત્રણ પ્રકારે રહી છે :
(૧) પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયના શિષ્ય વક અને સરળ હતા. ભગવાને સમજાવ્યું હતું કે સાધુથી નટને ખેલ ન જોવાય. એક વાર તેઓ નટીને ખેલ જોઈને આવ્યા. ભગવાને આ વાત જાણી ત્યારે તેમને પૂછ્યું કે “તમે કેમ ખેલ જેઈને આવ્યા?' શિષ્યએ કહ્યું કે, “આપે નટને ખેલ જોવાની ના કહી હતી તેથી અમે સમજ્યા કે નટીને ખેલ જેવાને વાંધો નથી પણ હવે અમે નટીને ખેલ પણ નહિ જોઈએ અને આપની આજ્ઞા પાળશું.” એ તેમની સરળતા હતી.
(૨) બીજા તીર્થકરથી રેવીસમા તીર્થંકરના શિષ્ય સરળ અને વિચક્ષણ હતા. નટને ખેલ ન લેવાય તે ઉપદેશ સાંભળી કોઈ પણ પ્રકારને ખેલ જોતા ન હતા. એટલા ઉપદેશથી બોધ પામતા હતા.
(૩) ચાવીસમા તીર્થકર ભગવાન મહાવીરના શિષ્ય વક અને જડ હતા. નટને ખેલ ન જોવાય તે બેધ મળે હતે છતાં એક વાર નટીને ખેલ જોઈને આવ્યા. ભગવાને
જ્યારે ઠપકો આપે ત્યારે તેઓએ દલીલ કરી કે, “ભગવાન ! તમારે અમને એ વાત પ્રથમ જણાવવી જોઈતી હતી જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com