________________
20 : જેનદર્શન-શ્રેણી : ૨-૩
હતી કે જેના ચરણકમળ પખાળતા દેવેનાં પાપ પલાયન થાય છે. તેવા પરમ આત્માની અશાતના આચરી મેઘમાળી અધોગતિ પામશે. પ્રભુની આ અનુકંપાએ અને દેવેની. ભક્તિના નિમિત્તથી મેઘમાળીની મદશા બદલાઈ ગઈ તે પિતાની સર્વ લીલાને સંકેલીને પ્રભુને ચરણે પડયો. પશ્ચાત્તાપથી પાવન થયે. ભગવાનની ઉપસ્થિતિ જ એવી છે કે પાપી પાવન થઈ જ જાય. આ જન્મનું તે ઠીક પણ જન્મોજન્મના પાપને પખાળીને પાત્રતા પામીને મેઘમાળી. સમક્તિને પામ્યા.
ઇંદ્ર કરેલી સમવસરણની રચના સમવસરણ એટલે કેવળજ્ઞાન પ્રગટ થયા પછી તીર્થ"-- કરેને ઉપદેશ આપવા માટે ઈંદ્રો દ્વારા રચવામાં આવતી. મહાન ધર્મસભા. સમવસરણના ત્રણ ભાગ હોય છે, જેમકે પહેલે ભાગ રૂપાજડિત હોય છે, જેને ચાર દ્વાર હોય છે. તેમાં વન્ય પશુઓ અને બકરી, સસલાં જેવાં પ્રાણીઓ નિર્ભય થઈ ભગવાનના દિવ્ય ધ્વનિનું શ્રવણ કરી સુખ. અનુભવે છે. બીજો ભાગ સેના-જડિત હોય છે, જ્યાં શ્રાવક-શ્રાવિકાઓની, સાધુ-સાધ્વીઓની (સ્ત્રી-પુરુષોની) બેઠક હોય છે. ત્રીજો ભાગ રત્નજડિત હોય છે, જેમાં દેવદેવીઓનું સ્થાન હોય છે અને તેના ઉપર ભગવાનનું સુવર્ણ જડિત સિંહાસન હોય છે, જેના પર ભગવાન સ્પીને બેઠા હોય છે. તેમની આસપાસ હજાર મુનિવરે અને કેવળી ભગવંતે બિરાજમાન હોય છે. તેમના શિરછત્રરૂપે દેવે
અશોકવૃક્ષની રચના કરે છે. વળી દેવે બે બાજુ ચામર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com