Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ ભગવાન પાર્શ્વનાથ : 19 ધારણ કરી, પ્રભુને છત્ર ધારીને બંને રક્ષણ આપવાને પ્રયત્ન કરી રહ્યાં હતાં, પણ પ્રભુ તે અંતરંગમાં ડૂબેલા હતા. ત્યાં તે શુદ્ધ ભાવની અખંડ દશા પ્રગટ થઈ કેવળજ્ઞાન પ્રકાશી ઊઠયું. ધરણેન્દ્ર-પદ્માવતીએ તે ભક્તિથી પિતાનું કાર્ય સિદ્ધ કર્યું. પાણીને ખાળી દીધાં, ત્યાં આ શું? દેવદુદુભિને રણકાર થયે. ચૈત્ર માસની કૃષ્ણચતુથીએ અઠ્ઠમતપમાં પ્રભુએ ચાર ઘનઘાતી કર્મને છેદ ઉડાવી અનત ચતુષ્ટય પ્રાપ્ત કરી લેકાલેક પ્રકાશક કેવળજ્ઞાન – પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું હતું. સંસારત્યાગથી ચર્યાશી દિવસે પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થતાં અનેક દેવે ખુશી મનાવતા, દેવવિમાન સહિત દેડી આવ્યા અને પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. મેઘમાળી તે હજી કંઈ નવી યુક્તિની શોધમાં હતું કે આ ગીને કેમ કરીને ભેય ભેગું કરું? તેવા આવેગમાં હતો ત્યાં ઇંદ્રની ઉપસ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયે. ઘડીભર ગભરાઈ ગયે પણ પ્રભુના અંતરંગ ભાવમાં તે હતું કે ___ कमठे धरणे द्रे च स्वोचित कर्म कुर्वति । प्रभु स्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रेयेस्तुवः ॥ કમઠ નવ નવ ભવ સુધી પ્રભુના દેહ પર કેર વર્તાવતે જ રહ્યો, અને પ્રભુ આત્મભાવે બધું સ્વીકારતા જ રહ્યા. બંનેએ પિતાની પ્રકૃતિને ઉચિત કર્મ કર્યું. પ્રભુને તે ધરણેન્દ્રની ભક્તિથી કંઈ રાજી થવાનું ન હતું અને કમઠના ઉપસર્ગથી નારાજ થવાનું ન હતું. બંને પ્રત્યે સમાન ભાવ હતે. એટલું જ નહિ પણ મેઘમાળી પ્રત્યે તે તેમને કરુણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52