________________
ભગવાન પાર્શ્વનાથ : 21
ઢેળે છે. આવી અનેક પ્રકારની સમૃદ્ધિયુક્ત સમવસરણની રચને તે તીર્થકરનામનું પુણ્યબળ છે.
એ સમવસરણમાં બેસીને ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પ્રથમ ઉપદેશ શરૂ કરે છે અને સેળ પ્રહર સુધી તેની અખંડ ધારા રહે છે. તે ઉપદેશ પ્રાપ્ત કરીને સૌ છે સુખ પામે છે, અને કેટલાક જ બોધ પામી સંસારને ત્યાગ કરી ભગવાનનું શરણ સ્વીકારી શાશ્વત સુખ પામે છે.
ભગવાનનું નિર્વાણ પ્રભુ પૃથ્વી પર ગામેગામ, વન-ઉપવન વિહાર કરી રહ્યા હતા અને જગતને દિવ્ય ધ્વનિયુક્ત કલ્યાણને સંદેશો આપી રહ્યા હતા. નિર્વાણને સમય નજીક જાણી સમેતશિખરના પવિત્ર પર્વત પર પહોંચી પ્રભુ માસક્ષમણનું તપ કરીને ધ્યાનાવસ્થામાં (શૈલેશીકરણને) અતિ નિષ્કપ દશાને આરંભ કરી અઘાતી એવા ચાર કર્મને આત્યંતિક ક્ષય કરી સે વર્ષનું આયુ પૂરું થયે નિર્વાણને પામ્યા. તે ક્ષણે જગતમાં એકાએક અંધકાર વ્યાપી ગયે. દેવે પણ દુઃખી થયા. છેવટે સૌ દેવેને ઇંદ્ર આશ્વાસન આપી સમજાવ્યું કે, “પ્રભુના નિર્વાણને શેક કરવા જેવા નથી. પ્રભુને આત્મા અનંતકાળના પરિભ્રમણથી મુક્ત થઈ પરમ પદને પામે છે. તે આનંદદાયક છે. તેમના નામ
મરણથી પણ જગતનું કલ્યાણ થાય છે. માટે નિર્વાણ કલ્યાણક ઊજવી આપણે પાવન થવાનું છે.” નિર્વાણની અંતિમ કિયાને
પતાવી સૌ દેવ-દેવીએ સ્વસ્થાને ગયાં. જો કે પ્રભુના વિયોગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com