Book Title: Bhagwan Parshwanath
Author(s): Sunandaben Vohra
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ ભગવાન પાર્શ્વનાથ : 29. આ કથા છે. મદનપુર નામના નગરમાં અરવિંદ રાજાના મંત્રીને કમઠ અને મરુભૂતિ નામે બે પુત્રો હતા. કમઠ મોટે પુત્ર હતું. પણ દુરાચારનાં બધાં જ લક્ષણોથી તેનું જીવન કલુષિત હતું. ગુણવાન માતાપિતાના વંશમાં જન્મીને પણ કમઠ પૂર્વજન્મની અસવૃત્તિઓને વશ આ જન્મને સર્વ પ્રકારે વેડફી રહ્યો હતેા. પિતાના ઘણા પ્રયત્ન છતાં કમઠ કઈ સંસ્કાર પામે નહિ અને લોકોમાં પણ તેનું સ્થાન નીચું ઊતરતું જતું હતું. મરુભૂતિ ના હતા, પણ શાણે હતે. સજજનતાના બધા ગુણથી તેનું જીવન વિભૂષિત હતું. સજ્જનતા અને પ્રેમળતા જેવા ગુણોને કારણે મરુભૂતિ કમઠનાં બધાં જ તેફાને નિભાવી લેતો અને તેના પ્રત્યે ખૂબ પ્રેમ રાખતે. સદ્ગુણ દ્વારા મરુભૂતિ લેાકોમાં આદર પામતે હતે. બંને પુત્રો યુવાન થતાં પિતાએ તેમનાં લગ્ન યોગ્ય કન્યા સાથે કર્યા. બંનેને યોગ્ય રીતે સર્વ વ્યવસ્થા સેંપી પોતે સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણને પંથે પ્રયાણ કર્યું. તેમના ત્યાગથી મંત્રીપદને માટે મરુભૂતિની ચતા જોઈ રાજાએ તેને મંત્રીપદે સ્થાપે. અહીંથી કમઠની મરભૂતિ પ્રત્યેની ઇર્ષાને પ્રારંભ થયે. કમઠ પિતે મેટ હોવાથી મરુભૂતિને મંત્રીપદ મળે તે હકીકત સહી. શક્યા નહિ. કઈ પણ કારણ શોધી કમઠનાના ભાઈને હેરાન કરતે હતે. પણ મરુભૂતિ કમઠને મોટા ભાઈ સમજી દરેક પ્રસંગને સહી લેતે અને માન આપતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52