________________
ભગવાન પાર્શ્વનાથ : 25
અન્ય ધર્મ સમાઈ જાય તેવું તેનું રહસ્ય છે તેથી તે ધર્મનું મૂળ કહેવાય છે.
બીજુ મહાવત : સત્યાચરણ ભગવાને દરેક ધર્મને બાહ્ય અને અંતરંગ – બે પ્રકારે દર્શાવ્યા છે. ભાવહિંસા અને દ્રવ્યહિંસાની જેમ વ્યવહારસત્ય અને પરમાર્થ સત્ય એમ બે પ્રકારે સત્યને ઉપદેશ આપે છે. વ્યવહાર સત્યમાં પાણીનું સત્ય, વિચારનું સત્ય અને આચારનું સત્ય સમાય છે. વાણીનું સત્ય એટલે જૂઠું ન બોલવું. આકાશ, રસ, કોઇ, કપટ કે અહમ યુક્ત વાણું પણ અસત્ય ઠરે છે. વાણ સત્ય છતાં હિત, મિત અને શ્રેયસ્કર હેવી જોઈએ. વિચારનું સત્ય એટલે મનમાં કોઈનું બૂ શું ઇચ્છવું નહીં કે કપટકિયા ચિંતવવી નહિ. આચારનું સત્ય એટલે શીલ અને સદાચારના પાલનસહિત આચારની શુદ્ધિ રાખવી.
પરમાર્થ સત્યની વ્યાખ્યા ગંભીર છે. જગતને કે ઈ પણ જડ પદાર્થ જીવને થઈ શકતા નથી છતાં આપણા વિચાર અને વાણીમાં જે મારાપણાનો ભાવ કે અહમ છે તે પરમાર્થઅસત્ય છે. જેમકે આ મારા પિતા, પતિ કે પુત્ર, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ છે. જગતમાં કોઈ કોઈનું કયારેય હતું નહિ, થતું નથી અને થશે નડે છતાં મેહવશ તેમ માનવું કે કહેવું તે પરમાર્થ-અસત્ય છે. સાધક પરમાર્થસત્યની સાધના કરે છે તે બીજુ મહાવ્રત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com