________________
ભગવાન પાર્શ્વનાથ : 17.
હતા. કમઠને જીવ મેઘમાળી દેવરૂપે દેવલોકમાં પણ કુતર્કો દ્વારા જીવન વેડફી રહ્યો હતે. અવધિજ્ઞાન હતું પણ મતિ મલિન હેવાથી તે કુઅવિધરૂપ હતું. એક વાર તેણે જોયું કે ભગવાન જંગલમાં એકાકી વિચરી રહ્યા છે. ઠીક લાગ મળે છે, આજ તે તેને હવે ખબર પાડી દઉં કે હું શું કરી શકું છું? દેવકની ગતિના નિયમથી દેવે પાસે કેટલીક માયાજાળ ઊભી કરવાની શક્તિ હોય છે. જ્ઞાનસહિત દેવે તેને સદ્ઉપયોગ કરે છે. કેઈ અજ્ઞાની દેવે તેને દુરુપયોગ કરી અધોગતિ પામે છે.
મેઘમાળી એ કુબુદ્ધિને કારણે મિથ્યા શક્તિને પ્રગટ કરી ભગવાનને કષ્ટ આપવા પ્રેરાયા. તેણે ડાંસ તથા મચ્છરથી પ્રભુનું શરીર ઢાંકી દીધું. કાતિલ ઠંખેથી પ્રભુનું શરીર વીંધાતું રહ્યું પણ પરમ પુણ્યને બળે તેમના દેહમાં સ્વતઃ ઘા રૂઝાવાની શક્તિ હોવાથી પ્રભુનું શરીર વળી પાછું યથાવત્ થઈ જતું. તેણે વીછી અને સર્પને ઉત્પન્ન કરી પ્રભુના શરીર પર છેડ્યા, કાતિલ પીડા થાય તેવા ઉપસર્ગો થયા. છતાં પ્રભુ દેહભાવથી ઉપર ઊઠેલા હોવાથી સમભાવે તે ઉપસર્ગ તેમણે સહી લીધા. વળી હાથીઓ ઉત્પન્ન કરી, મેઘમાળીએ પ્રભુને ધકકે ચઢાવવા પ્રયત્ન કર્યો, પણ પ્રભુના ઐશ્વર્યથી શરીર અડેલ રહ્યું. છેવટે તેણે હાંફીને, થાકીને ભયંકર વર્ષા વરસાવી - જાણે ધરતી પર મહાસાગર રેલાવી દીધે. પ્રભુ ચારે બાજુ પાણીથી ઘેરાઈ ગયા. અરે, પાણીનાં પૂર તે ચઢતાં જ રહ્યાં. ઢીંચણથી ઉપર, કમરથી ઉપર, અરે ગળાથી ઉપર અને આ શું ? હેઠ સુધી પણ પાણી ફરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com