________________
ભગવાન પાર્શ્વનાથ : 15
ઓળખી ન શક્યો. જેના સ્મરણ માત્રથી કે જેના ચરણ કમળના સેવનથી પશુ મટી સર્પયુગલ દેવત પામ્યું તે જ પાર્શ્વનાથને વેગ મળવા છતાં તાપસ તે કાળમીંઢ પથ્થરની જેમ જ રહી ગયે. અરે! બેબી કપડાં ધુએ છે એ પથ્થર પણ સુંવાળાં કપડાના નિત્ય સ્પર્શથી કે ધેકાના મારથી ઘસાય છે અને સુંવાળે બને છે. પણ માનવ કે વિમૂઢ બની જાય છે !
અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તોપણ પ્રભુ ! ભિજાય નહિ મન મારું શું કરું છું તે વિભુ ! પથ્થર થકી પણ કઠણ મારું હૃદય અરે કયાંથી કવે? મર્કટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે.
જીવઅજીવના સંગે ઉપજતા શુભાશુભ જીવના પરિ ણામથી પુણ્ય પાપને ચકરાવે માનવને ઘેરી લે છે. શુભાશુભ પરિણામનું ફળ અવશ્ય આવે છે. કમઠ તાપસે જે કંઈ શુભ કિયાએ કરી હતી તેને ગે મૃત્યુ પામી નીચેના દેવલોકમાં મેઘમાળી નામે ઉત્પન્ન થયે. જ્ઞાનરહિત મળેલું કેઈ પણ સ્થાન જીવને ઊંચેથી નીચે પછાડે છે અને વળી કર્મના ચક્કરમાં ફસાવે છે. જ્ઞાન સહિતની ક્રિયા મુક્તિ અપાવે છે. “જ્ઞાન ક્રિયાખ્યાં મુનિ ” દોરે પોવેલી સોય કચરામાં પડી જાય તે ય દોરાને આધારે મળી આવે છે તેમ પ્રગટ જ્ઞાનસહિત જીવ નરક ગતિમાં પણ જ્ઞાનને આધારે પિતાના દોષાને સ્વીકાર કરી, સહન કરી, પાવન થઈ ઉપર ઊઠે છે. તિર્યંચ ગતિમાં પણ જ્ઞાન સહિત જીવ કઈ જ્ઞાનીને વેગ પામી પશુતા ત્યજી દૈવત પામે છે. દેવલેકમાં જ્ઞાન સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com