________________
16 : જેનદર્શનશ્રેણું : ૨-૩
ક
જીવ ભેગલે લુપતામાં ફસાઈ ન જતાં આત્માના ઐશ્વર્યાને અજવાળવા પ્રભુભક્તિના સંયોગને શોધી લે છે અને માનવજન્મ જ્ઞાનસહિત હોય તે તે સમીપમુક્તિગામી બની સંસારથી મુક્ત થાય છે પણ અજ્ઞાનથી ઘેરાયેલે માનવી કુકર્મ કરી સ્વયં દુઃખ પામે છે,
પાર્વકુમારને સંસારત્યાગ જન્મથી જ વૈરાગી પાર્વકુમાર સંસારના ગૃહસ્થાશ્રમમાં, છતાં અભેગી જ હતા. સંસાર અને વન તેમને સમાન હતાં. છતાં પૂર્વકમના જડને મૂળથી જ નાશ કરવા, પાર્વકુમારે સંસારત્યાગ કરવાને નિર્ણય કર્યો. દેવોએ અનેક પ્રકારની સંપત્તિ બનારસ નગરીમાં ભરી દીધી, કે જે વડે પાર્થકુમારે એક વરસ સુધી જનકલ્યાણનું નિમિત્ત જાણી તે દ્રવ્યનું દાન દીધું. દિવસે દિવસે વૈરાગ્યની ભાવના વૃદ્ધિ પામી અને પાર્શ્વકુમારે યુવરાજપણું ત્યાગી મુનિરાજપણું ગ્રહણ કર્યું. સંસારના સર્વ પદાર્થને, રાજના ઐશ્વર્ય. ને સંપૂર્ણપણે ત્યાગ કરી તેમણે દીક્ષા ગ્રડણ કરી. હજારે મુનિઓના પરિવારસહિત પાર્શ્વમુનિ જંગલ, વન, ઉપવન, નગર ઈત્યાદિ સ્થળોએ વિહાર કરી રહ્યા હતા. અને વળી પાંચ મહાવ્રતાદિનું ઉગ્રપણે પાલન કરી રહ્યા હતા. ભગવાન જ્યાં જ્યાં વિહાર કરતા હતા, તે જંગલમાં મંગલ પ્રવર્તતું હતું. પશુ-પક્ષીઓ સૌ સુખ અનુભવતાં હતાં. પરંતુ ભગવાન તે પિતાનાં જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમાં રહેતા હતા.
મેઘમાળીએ કરેલ ઉપદ્રવ (ઉપસર્ગ) ભગવાન એક વાર જંગલમાં કાઉસ્સગ ધ્યાનમાં લીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com