________________
12 : જેનદર્શન શ્રેણું : ૨-૩
પ્રસેનજિતની વાત સાંભળી નિઃસ્પૃહ એવા પાવકુમારે કહ્યું કે, “હે રાજા ! હું તે ફક્ત પિતાની આજ્ઞાનુસાર તમારું રક્ષણ કરવા જ આવ્યું હતું. જ્યારે પ્રસેનજિતની માંગણીને પાર્શ્વકુમારે સ્વીકાર ન કર્યો ત્યારે તે નિરાશ થઈ ગયા. છતાં પુનઃ વિચાર કરીને તે અવસેન રાજા પાસે આવ્યા અને વિનયસહિત પ્રણામ કરીને ઊભા રહ્યા. અવસેન રાજાએ. પ્રસેનજિતને યોગ્ય સત્કાર કરી કુશળતા પૂછી.
પિતૃઆજ્ઞાને આધીન પ્રસેનજિતે કહ્યું કે, “હે મહારાજા ! આપના પરાક્રમી. પુત્રે સર્વ કાર્ય સિદ્ધ કરી મને સંતાપમુક્ત કર્યો છે. મારે. પ્રભાવતી નામે એક કન્યારત્ન છે. તેને યોગ્ય પતિ પ્રાપ્ત થાય તેની ચિંતા મારા ચિત્તમાં સતત રહ્યા કરે છે. આપ કૃપા કરીને પાર્વકુમાર સાથે તેને વિવાહની મંજૂરી આપી. પુનઃ અનુગ્રહ કરી આ સેવકને ચિંતાથી મુક્ત કરે, તે વિનંતી કરવા આપની પાસે આવ્યો .”
અવસેન રાજાએ કહ્યું કે, “હે રાજન ! પાર્શ્વકુમાર સદા સંસારથી વિરક્ત છે. અમારા મનોરથ પણ એવા જ છે કે કુમાર ગૃહસ્થાશ્રમ સ્વીકારે. પરંતુ તે તે શિશુવયથી વિરાગી રહ્યા છે. યુવાન વય થવા છતાં તે સ્ત્રીસંગ ઈચ્છતા નથી. છતાં તમારા મને ભાવ ગ્રહીને આપણે તેમને સમજાવવા પ્રયત્ન કરીએ.”
આમ વિચાર કરીને બને રાજા પાર્વકુમાર પાસે આવ્યા. રાજા અથવસેન પાવકુમારને સમજાવવા લાગ્યા કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com