________________
લેખાંક
દુઃખિયારા જીવનો દુ:ખમાંથી | ઉદ્ધાર કરવો એ અનુકંપા છે, એ ગયા લેખમાં આપણે જોઈ ગયા.
પ્રશ્ન : એક કિશોરને સંગ્રહણીનો રોગ થયેલો છે. દૂધ - દૂધપાક વગેરે ખાવાની વૈદે સ્પષ્ટ ના પાડી છે. ઘરમાં કોઈક પ્રસંગે જમણવારમાં દૂધપાક બનાવેલો છે. પણ મા ખાવા નથી આપતી, માટે એ ઘણો દુઃખી થયેલો છે. એના દુઃખને દૂર કરવા માટે એનો મોટોભાઈ એને દૂધપાક આપે તો એ પણ શું અનુકંપા કહેવાશે? કારણકે આમાં પણ એનું દુઃખ દૂર કરવાની બુદ્ધિ છે ને એ દુઃખ દૂધપાક આપવાથી દૂર પણ થાય જ છે.
ઉત્તર : ના, આને અનુકંપા તો નહીં જ કહેવાય, ઉપરથી અવિવેક કહેવાય, એ વાત કોઈપણ સુજ્ઞ સ્વીકારશે.
પ્રશ્ન : પણ તમે જે વ્યાખ્યા આપી છે એને અનુસરીને તો આ અનુકંપા રૂપ બને જ છે ને ?
ઉત્તર : હા, પણ એટલે જ એ વ્યાખ્યામાં સુધારો જરૂરી છે. જે દુઃખ નિવારવું છે એના કરતાં અધિક દુઃખ પેદા ન થઈ જાય એ રીતે એ દુઃખ નિવારવું એ અનુકંપા છે. એ કિશોરને તો દૂધપાકથી સંગ્રહણીનો રોગ વકરવાથી દુઃખ અનેક ગણું વધી જવાનું છે, માટે અનુકંપા રૂપ શી રીતે બને ?
પ્રશ્ન પણ તો શું એ ટળવળતો હોય... રોતો હોય તો પણ એવું દુઃખ દૂર ન કરવું ?
ઉત્તરઃ ના, એવું નહીં. એને માટે જે પથ્ય હોય એવું ભોજન આપીને એનું ભૂખનું દુઃખ દૂર કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org