Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 62
________________ બત્રીશી-૨, લેખાંક-૭ પ૭ લાઘવનો નિર્ણય કરી ગીતાર્થ મહાત્માઓ તો અપવાદ સેવન કરે છે. પણ એ વખતે, આવો બધો વિચાર ન કરનારા ને તેથી ઉત્સર્ગને પકડી રાખનારા (પછી પાછળથી ભલે મોટી વિરાધનામાં પડવાનું થવાનું હોય) મહાત્માઓ અપવાદ સેવતા નથી. એટલે માત્ર ઉત્સર્ગની રુચિવાળા આ મહાત્માઓ કરતાં મધ્યમજીવોને પેલા ગીતાર્થ મહાત્માઓ શિથિલ ભાસે છે ને તેથી એમના આદર-ભક્તિ વગેરેથી તેઓ વંચિત રહે છે. એમ, શાસ્ત્રોમાં જેમને પ્રાયઃ કરીને અભિન્નગ્રન્થિક કહ્યા છે, એવા પણ અગીતાર્થોને આ મધ્યમ જીવો એમનો બાહ્ય કડક આચાર જોઈને મહાનું માનનારા હોય છે. આશય એ છે કે ગચ્છમાં ઘણા સાધુઓ હોય, કેટલાય વૃદ્ધ હોય, તો કેટલાય બાળસાધુ પણ હોય... કોઈક વળી અસહુ(=અસહિષ્ણુ) પણ હોય. આ બધા કારણે ગચ્છમાં અમુક અમુક દોષો લાગવાની સંભાવના હોય છે. કોઈક એક કે અનેક અગીતાર્થ મહાત્માઓ “સમુદાયમાં તો દોષો લાગે છે. આવા નાના નાના દોષો પણ ન લાગે એવું સુંદર સંયમ પાળવા આપણે ગચ્છથી અલગ થઈ જઈએ.” એવો વિચાર કરીને ગચ્છથી અલગ થઈ જાય તો એમનામાં વસ્તુતઃ સંયમ સંભવતું જ નથી, કારણ કે જ્ઞાનીઓએ ગીતાર્થ મહાત્માઓમાં અને ગીતાર્થની નિશ્રામાં રહેલા (-ગીતાર્થ નિશ્રિત) મહાત્માઓમાં જ સંયમ માનેલું છે. એટલે કે આ જીવો અસંયમી હોય છે. તેમ છતાં, બાહ્ય દૃષ્ટિએ ગચ્છવાસી સાધુઓ કરતાં વધારે નિર્દોષ સંયમ પાળતા જોવા મળે એટલે મધ્યમજીવો એમને મહાનું માની લે છે. ઊંચા-ઉદ્યતવિહારી માની લે છે, ને ગચ્છવાસી સાધુઓ કે જેઓ વાસ્તવિક સંયમી છે એમને કદાચ શિથિલ પણ માની લે તો નવાઈ નહીં. આ જ રીતે એક મહાત્માની આંતરિક પરિણતિ ખૂબ નિર્મળ છે.... વિષય-કષાયથી પર છે..... આત્મપ્રશંસા-પરનિન્દા વગેરેથી દૂર રહેનારા છે. પણ કોઈપણ કારણવશાત્ બાહ્ય આચરણમાં એટલા કડક નથી. બીજા મહાત્મા નિર્દોષ ગોચરીનો ખૂબ આગ્રહ-મલમલિન ગાત્ર ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146