Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 130
________________ બત્રીશી-૨, લેખાંક-૧૩ ૧૨૫ હિંસા કરે? તથા, પુણ્ય કરો કે પાપ.. શું ફેર પડવાનો ? કરનાર તો નાશ પામી જવાનો છે.. ફળ ભોગવવા ઊભો રહેવાનો જ નથી. આરાધનાનો પણ શું મતલબ ? કારણ કે આરાધના કરનારો બીજી ક્ષણે નાશ જ પામી જવાનો છે તો મોક્ષ કોનો થાય ? એટલે બધા વિધિ-નિષેધ અસંગત ઠરી જાય છે. ને તેથી એકાન્ત અનિત્યવાદ માનનાર ધર્મ આ પરીક્ષામાં ફેઈલ થાય છે. એ જ રીતે એકાંતનિત્ય માનનારનું પણ જાણવું. વસ્તુના સ્વભાવ-સ્વરૂપમાં અંશ માત્ર પણ ફેરફાર ન થાય એવું માનવું... અર્થાત્ વસ્તુને ફૂટસ્થનિત્ય માનવી એ એકાન્તનિત્યવાદ છે. આત્મામાં અંશમાત્ર પણ ફેરફાર થવાનો નથી તો, જન્મ-મરણનો અસંભવ બનવાથી હિંસા અસંગત ઠરી જ જાય છે. એમ આત્માના બંધ-મોક્ષ પણ ઘટી શકતા નથી. માટે વેદાંતદર્શન પણ આ પરીક્ષામાં નાપાસ થાય છે. જૈનદર્શને સ્યાદ્વાદ-અનેકાન્તવાદ માનેલો હોવાથી બધું સંગત ઠરે છે, ને માટે એ તાપ પરીક્ષામાં પાસ થઈ જાય છે. આ ત્રણ પરીક્ષામાંથી બાળજીવને, જે ધર્મ કષ પરીક્ષામાં પાસ થતો જણાય એ ધર્મ સત્યધર્મ લાગી જાય છે. તપ કરવો જોઈએ. ધ્યાન ધરવું જોઈએ. વગેરે વિધાનો અને કોઈની હિંસા ન કરવી, જૂઠ ન બોલવું... વગેરે નિષેધો સાંભળીને જ એમને એના પર અહોભાવ થઈ જાય છે. પછી, એ ધર્મમાં કહેલા અનુષ્ઠાનો આ વિધિ-નિષેધને અનુરૂપ છે કે નહીં ? એ જોવાની જરૂર લાગતી નથી. મધ્યમજીવો વૃત્તને પ્રધાન ગણે છે એટલે કે નાના-મોટા અનુષ્ઠાનોને તપાસે છે. તેથી જે ધર્મ છેદ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય છે એને તેઓ ધર્મ” તરીકે સ્વીકારી લે છે. એટલે હિંસાનો નિષેધ કર્યા પછી હિંસાગર્ભિત યજ્ઞ વગેરેને દર્શાવનાર ધર્મને તેઓ ધર્મ’ તરીકે સ્વીકારતા નથી. અહિંસા વગેરેની જેમ જેમ વધુ ઝીણી ઝીણી કાળજીવાળા આચરણો જોવા - જાણવા મળે તેમ તેમ તેઓને એ ધર્મ પ્રત્યે વધુ આકર્ષણ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146