Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 129
________________ ૧૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જોઈએ... વગેરે) તે ધર્મ કષ પરીક્ષામાંથી પાસ થયો કહેવાય છે. ટૂંકમાં યોગ્યવિધિ-નિષેધ જેમાં દર્શાવેલા હોય તે ધર્મ યોગ્ય કહેવાય આવું કષ પરીક્ષા કહે છે. આમાં વિધિ-નિષેધ યોગ્ય જોઈએ.. એટલે કે સામાન્ય બુદ્ધિથી પણ જે ઉચિત ન જણાય એવા વિધિ વગેરે જો દર્શાવેલાં હોય તો પણ એ ધર્મ નાપાસ સમજવો. જેમકે ‘બકરીને હલાલ ક૨વી' આવું વિધાન દર્શાવનાર ધર્મ. હિંસા ધર્મરૂપ બની ન જ શકે આવું કોઈ પણ સામાન્યવિચારક પણ સમજી જ શકે છે. (૨) છેદ પરીક્ષા : કષ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ધર્મને પછી છેદ પરીક્ષાથી ચકાસવામાં આવે છે. દરેક ધર્મમાં સાધના માટે કંઈક ને કંઈક અનુષ્ઠાનો દર્શાવેલા જ હોય છે. ઉ૫૨ જે વિધિ-નિષેધની વાત કરી છે તે, તે તે અનુષ્ઠાનોમાં જળવાય છે કે નથી જળવાતા ? આ ચકાસવું એ છેદ પરીક્ષા છે. જો વિધિ-નિષેધ જળવાતા હોય તો ધર્મ પાસ, ને વિધિ-નિષેધનો વિરોધ થતો હોય તો નાપાસ. જેમકે એક બાજુ કોઈપણ જીવની હિંસા ન કરવી.. એ રીતે હિંસાનો નિષેધ કર્યો.. ને પાછા યજ્ઞના અનુષ્ઠાન એવા બતાવ્યાં કે જેમાં પશુબલિ આપવાની વાત આવે. તો આ ધર્મ છેદ પરીક્ષામાં નાપાસ. (૩) તાપ પરીક્ષા : છેદ પરીક્ષામાં પણ પાસ થઈ જનાર ધર્મને તાપ પરીક્ષાથી ચકાસવામાં આવે છે. તે તે ધર્મે જે મુખ્ય સિદ્ધાન્ત માન્યો હોય છે એ સિદ્ધાન્ત દ્વારા તે તે ધર્મમાં જણવેલા વિધિ-નિષેધ સંગત ઠરે છે કે નહીં ? એ આ પરીક્ષામાં ચકાસવાનું હોય છે. જો સંગત ઠરે તો ધર્મ પાસ. અને ન ઠરે તો નાપાસ. બૌદ્ધદર્શને સર્વે ક્ષણિક માન્યું છે. બધી જ વસ્તુઓ ક્ષણિક છે. એક જ ક્ષણ ટકીને નાશ પામી જવાના સ્વભાવવાળી છે. આત્મા પણ આવો ક્ષણિક જ છે. આ એમનો મુખ્ય સિદ્ધાન્ત છે. બીજી બાજુ તેઓ પણ હિંસાનો નિષેધ કરે છે. હવે, દરેક આત્મા સ્વયં જ બીજી ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળો જો હોય, તો કોઈ એની શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146