Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૪૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
મળવનો છે. વગેરે... તો એ સાત હજાર પણ બોલી દેશે... આમ ક્રમશ વધતાં વધતાં એનું દિલ વધારે ને વધારે ઉદારતા કરવા તૈયાર થતું જાય છે ને કદાચ દસ હજારથી અધિક રકમ બોલીને પણ ચઢાવો લઈ પણ લે. આવું જ પ્રસ્તુતમાં પણ સંભવિત છે... ને એવું સંભવિત ભાસે તો વક્તા નીચેથી પ્રારંભ કરી ક્રમશઃ ઉપર ઉપરની વાતો કરે એમાં પણ કોઈ દોષ નથી... માટે આ અંગે કશો એકાંત બાંધવો નહીં.
શ્રી હારિભદ્રી આવશ્યકમાં નીચલી ભૂમિકાનો ધર્મ કહેવામાં દોષ જે દર્શાવ્યો છે તે, શ્રોતા ઉપલી ભૂમિકાને ઉચિત હોય તો જ લાગે છે... અર્થાત્ પહેલાં શ્રોતાને શ્રાવક ધર્મનો ઉપદેશ આપ્યો... અને શ્રોતા સર્વવિરતિ સ્વીકારવા માટેનું સામર્થ્ય-સત્ત્વ ધરાવનાર હોવા છતાં દેશવિરતિ જ સ્વીકારે તો જ દોષ કહ્યો છે. જેનું એવું સત્ત્વ સામર્થ્ય છે જ નહીં, એવો જીવ શ્રાવકધર્મ સ્વીકારે તો કાંઈ દોષ લાગવાનું ત્યાં કહ્યું નથી.
ધર્મ બિન્દુમાં પણ સદ્દિો: પ્રયોòડન્તરાય:, અનુમિતિક્ષેતર.... એમ કહીને સમર્થ અંગે જ દોષ દર્શાવ્યો છે, અસમર્થ અંગે નહીં.
આમ દેશનાપદ્ધતિ અંગે યથાયોગ્ય વિચારવું જોઈએ. જે ગીતાર્થ મહાત્માઓ આ પ્રમાણે ધર્મદેશના આપવાનું જાણે છે તેઓના જ પ્રભાવે કલિકાળમાં પણ ધર્મની જાહોજલાલી છે. જગા જીવોને પરમાનન્દ આપનારા, ભગવદ્ ધર્મના દેશક આવા ગીતાર્થ મુનિભગવંતોને નમસ્કાર હો... નમસ્કાર હો....
પ્રસ્તુત લેખમાળાના આ પ્રથમ ૧૪ લેખોમાં પરમપાવન શ્રી જિનાજ્ઞાથી વિપરીત કાંઈપણ આવી ગયું હોય તો એના હાર્દિક મિચ્છામિ દુક્કડમ્ સાથે ગીતાર્થ મહાત્માઓને એનું સંશોધન કરવા વિનંતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 143 144 145 146