Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
૧૩૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બાળજીવો આગળ પ્રગટ કરવા ન જોઈએ. જો એ કરવામાં આવે તો એમને બુદ્ધિભેદ થાય.. અને બધા જ લિંગધારીઓને એવા જ માનવાને પ્રેરાય એવું પણ બને. સાધુવેશમાં ગુણ જોવાના બદલે દોષ જોનારા બને એવું પણ બને.
એમ, આચાર પાલનમાં સૂક્ષ્મકાળજીનો આભાસ ઊભો કરનારા પણ ગચ્છથી અલગ થઈ ગયેલા સાધુઓના સ્વ-પરને નુકશાન કરનારા દોષો પણ એવી વિશેષ ભૂમિકા ઉભી કર્યા વગર મધ્યમ કક્ષાના જીવોને કહેવા ન જોઈએ. આવા જીવોને તો પૂર્વે કહી એવી સૂક્ષ્મ આચાર પાલનની વાતો જ કરવી. એમાં આ વાતો પણ આવે કે – પ્રથમ વયમાં અધ્યયન કરવું, બીજી વયમાં અર્થશ્રવણ કરવું. અને ત્રીજી વયમાં ધ્યાનથી આત્માને ભાવિત કરવો. આમાં અધ્યયન એટલે મુખ્યરૂપે સૂત્ર ગોખવાની વાત છે. બાલ્યવયમાં યાદદાસ્ત તીવ્ર હોય છે ને સમજશક્તિ ઓછી, માટે એ ઉંમરમાં સૂત્ર ગોખવાનું કહ્યું. ઉંમર વધતાં સમજશક્તિ વધતી જાય છે અને ઘણું ખરું સ્મરણશક્તિ ઘટતી જાય છે. માટે એ ઉંમરે અર્થશ્રવણ કરવાનું કહ્યું. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ અનેક અનુભવો થતા હોય છે. જાત જાતની ધૂપ – છાંવમાંથી પસાર થવું પડે છે. એટલે પ્રારંભકાળે સામાન્ય પ્રસંગ પણ મનમાં જેવા સંકલ્પ વિકલ્પોના તોફાન મચાવતો - ખળભળાટ પેદા કરતો - તેવા તોફાન પાછલી ઉંમરમાં વિશેષ આસમાની - સુલતાની જેવા પ્રસંગો પણ મચાવી ન શકે એવી માનસિક કેળવણી - સહનશીલતા પ્રાયઃ પેદા થયેલી હોય છે જે ધ્યાન સાધનાને સરળ બનાવે છે. માટે એ ઉંમરે ધ્યાન કરવાનું કહ્યું છે. વળી, આ જીવોને આવો પણ આચાર બતાવવો જોઈએ કે – “આ ગુરુ ભગવંત મારો સંસારક્ષય કરનારા છે.” આવા શુભ પરિણામપૂર્વક ગુરુને પરતંત્ર રહેવું. આ પારતન્ય ભગવસ્ત્રાપ્તિના બીજભૂત છે જેનાથી મોક્ષ થાય છે. મધ્યમ જીવોને જેમાં આત્મહિતની આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146