Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
બત્રીશી-૨, લેખાંક-૧૩
૧ ૨૯ તો બાળજીવને પંડિત યોગ્ય દેશના આપવી એ પરસ્થાન દેશના હોવાથી પાપદેશનારૂપ કહેવાયેલી છે. કેટલીય બાબતો એવી હોય છે કે પંડિત જીવને હેતુગ્રાહ્ય (હેતુપૂર્વક સમજાવવા યોગ્ય) હોવા છતાં બાળજીવને આજ્ઞા ગ્રાહ્ય જ હોય છે. બાળજીવને પણ એ બાબતો હેતુ કહેવા પૂર્વક સમજાવવા જઈએ તો એ સમજી ન શકવાથી મૂંઝવણમાં પડે, કદાચ વક્તા પ્રત્યે અભાવ પણ પેદા થાય કે “મને સમજાવી શકે એમ છે નહીં ને નકામી માથાઝીંક કરે છે.” અથવા “આ વક્તા કહે છે એ બધું જ કાંઈ સાચું નથી એવી અશ્રદ્ધા વગેરે પણ થાય. ને તેથી એને માર્ગમાં જોડવાનું પ્રયોજન તો અદ્ધર જ ઊડી જાય. શ્રી સિદ્ધિસેન દિવાકરસૂરિ મહારાજે ગોવાળિયાઓની સમક્ષ એમની ભાષામાં વાદન કરતાં પંડિતોની ભાષામાં વાદ કર્યો ને માટે હાર્યા.
બીજી બાજુ, ભલે ને અપુનર્બન્ધક હોય, બુદ્ધિ વિકસિત હોય તો એને જિનપૂજાનું વિધાન દર્શાવવા પર “આમાં તો હિંસા રહેલી છે' આવી શંકા પડવાની સહજ શક્યતા હોય છે. એટલે એને સ્વરૂપહિંસા વગેરેની સમજણ આપીને જિનાજ્ઞા ધર્મે સારા ના ઐદંપર્યાર્થ સુધી પહોંચાડવો આવશ્યક બની રહે છે. અન્યથા, ન હિંસ્યાત્ સર્વભૂતાનિ. કોઈપણ જીવની હિંસા ન કરવી. આ રીતે હિંસાનો નિષેધ કર્યા પછી, હિંસામય યજ્ઞ વગેરેનું વિધાન કરનાર વૈદિક ગ્રન્થોમાં જો પૂર્વાપર વિરોધ વગેરે દોષો છે ને તેથી છેદ પરીક્ષામાં એ નાપાસ થાય છે તો એ પ્રશ્ન જૈન ગ્રન્યોને પણ કેમ લાગુ નહીં પડે? ઈત્યાદિ વિચારીને એ જૈન ધર્મ પ્રત્યે આકર્ષિત નહીં થાય. ને તેથી એને જૈન ધર્મમાં જોડવાની અને આગળ વધારવાની આશા ફળીભૂત નહીં થાય.
આવું ન થાય એ માટે એને સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુબંધહિંસા.. આ ત્રણે પ્રકાર ને સાથે એ જ રીતે અહિંસાના પણ ત્રણે પ્રકાર સમજાવવા જોઈએ. ગૃહસ્થો સંપૂર્ણ રીતે જીવહિંસાથી વિરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146