________________
બત્રીશી-૨, લેખાંક-૧૧
૧૦૩ જાણી બુઝીને વચમાં વચમાં કંઈક કહેવાનું છોડી દે અને અન્ય ગીતાર્થો એ વખતે “ગુરુજી ! આ તો કહેવાનું રહી ગયું....” એમ કહી યાદ કરાવે.. ને તેથી આચાર્ય પણ “હા, આ રહી ગયું હો.... ચાલો હવે કહી દઉં.” વગેરે કહીને એ વાત પણ કરે. આવું બધું સાંભળવાથી તે અગીતાર્થોને પણ પ્રતીતિ થાય કે આચાર્ય મહારાજ આ જે બધું કહે છે તે સ્વકલ્પિત નથી, પણ શાસ્ત્રોક્ત છે અને તેને અન્ય ગીતાર્થો પણ જાણે જ છે.
આચાર્યને યાદ હોવા છતાં જાણીબૂઝીને કહે નહીં.... વગેરે આ તરકીબ કરવાનું છેદસૂત્રમાં જે જણાવ્યું છે તે સૂચિત કરે છે કે શ્રોતાના વિશ્વાસનું સંપાદન એ વક્તાનું મહત્ત્વનું કર્તવ્ય છે. આ કર્તવ્યનું પાલન કરવા માટે સંવિગ્નભાવિત ગૃહસ્થોને પહેલાં શુદ્ધદાનની જ વાત કરે... એનાથી એમને પોતાના પર વિશ્વાસ બેસે ને બુદ્ધિની પરિકર્મણા થાય, એ થયા બાદ એવા વિશેષ પ્રકારના સંયોગો ઊભા થયા હોય તો અશુદ્ધ ભિક્ષાનું દાન પણ કરાય” એવો અજ્ઞાતનય એમને જણાવે. પાર્થસ્થભાવિત ગૃહસ્થ તો અશુદ્ધ ગોચરી વહોરાવવાનું જાણતા જ હોય છે, માટે એ પ્રયોજનથી આ નય એમને કહેવાની જરૂર હોતી નથી, છતાં એ પણ શુદ્ધ-અશુદ્ધ કાંઈ પણ વહોરાવાય એટલું જ જાણતો હોય છે. કેવા અવસરે શુદ્ધ અને કેવા અવસરે અશુદ્ધ વહોરાવવાનું? એ બાબતનો તો એ પણ અજાણ જ હોય છે. એટલે એને શુદ્ધભિક્ષાદાનનો જે ઉપદેશ આપવાનો હોય છે એમાં જ આ વિભાજન પણ સમજાવી દેવું જોઈએ. સાધુ ભગવંતો માટે જે બનાવેલું હોય તે પણ સાધુઓને વહોરાવી શકાય” આવું તું જે જાણે છે તે એવી રોગ વગેરે અવસ્થા અંગે જાણવું એ સિવાય સામાન્ય સંયોગોમાં તો આવું દોષયુક્ત ભોજન નહીં, પણ નિર્દોષ ભોજન જ વહોરાવવું જોઈએ.
આ બધી વિચારણાનો ટૂંકો સાર આ છે કે યાવદપ્રાપ્ત તાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org