________________
બત્રીશી-૨, લેખાંક-૧૧
૧૦૯
ખાતર નાખવામાં આવે તો પણ એમાંથી અંકુરો ફૂટી શકે એમ જ નથી, એ બીજ વિનષ્ટબીજ કહેવાય છે. પણ જેમાં એ ફૂટવાની યોગ્યતા પડેલી છે એ અવિનષ્ટ બીજ છે. કોઠારમાં રહેલા આવા બીજથી ભૂમિ પાણી વગેરે સામગ્રી ન હોવાથી અંકુરા વગેરેની ભલે પ્રાપ્તિ થતી નથી, પણ એમાં એની યોગ્યતા તો રહેલી જ હોય છે. તેમ આ શ્રુતજ્ઞાનમાં ચિન્તાભાવનાજ્ઞાન સંબંધી બોધ પ્રાપ્ત થતા નથી, તેમ છતાં મિથ્યા અભિનિવેશ ન હોવાથી એ બોધની યોગ્યતા રહી હોય છે, માત્ર એ માટે યોગ્ય સમજણ આપનાર પ્રજ્ઞાપક વગેરે સામગ્રી જોઈએ. પણ, પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ' આવો મને જે ભાસે છે તે જ અર્થ સાચો.... બાકી કોઈ અર્થ આ શાસ્ત્ર વચનનો સંભવતો જ નથી.... બીજો કોઈ અર્થ હું સાંભળું જ નહીં... હું માનું જ નહીં... આવો બધો કદાગ્રહ જો બંધાઈ ગયો હોય તો ‘પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ' આવો થયેલો બોધ એ શ્રુતજ્ઞાનરૂપ નથી હોતો, પણ મિથ્યાજ્ઞાન રૂપ હોય છે.... એ વિનષ્ટબીજ સમાન હોય છે.
જ
આમ જેઓ હજુ માત્ર શ્રુતજ્ઞાન સુધી જ પહોંચ્યા છે તેઓને પોતે જાણેલા અર્થ કરતાં જુદા પ્રકારનો કોઈ જ અર્થબોધ ઉપસ્થિત થતો ન હોવાથી, ‘આ ઔત્સર્ગિક વાત છે’ ને ‘આ આપવાદિક’ ‘આ નિશ્ચયનય છે’ ને ‘આ વ્યવહારનય’ આવું બધું અનુસંધાન શક્ય જ ન હોવાથી તેઓ શાસ્ત્રતત્ત્વને જાણી શકતા નથી એ સ્પષ્ટ છે.
નિશ્ચય અને વ્યવહારનય... આ બે માત્ર આત્માને જ લાગુ પડે છે. કારણ કે આત્મા જ એક એવું દ્રવ્ય છે જેમાં અંદરના પરિણામો જુદા ને બહારનો દેખાવ જુદો એવી વિષમતા સંભવિત છે. બાકીના ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો તો જેવા અંદર એવા જ બહાર. એમાં વિષમતા સંભવિત નથી. એટલે આ બે નયનો અન્યત્ર ‘આધ્યાત્મિકનય’ એવો પણ ઉલ્લેખ થયેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org