Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 113
________________ ૧૦૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મળ્યું. આનો અર્થ સમજાય છે કે “પાપનો પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ.” પણ એવો ક્ષયોપશમ છે નહીં કે જેથી “સામાયિક ગ્રહણાદિ વિધિ કરવી એ પ્રતિક્રમણ” આવું પૂર્વે જે જાણેલું છે તે યાદ આવે.. એ યાદ આવતું નથી, માટે “પહેલાં તો વિધિપાલનને પ્રતિક્રમણ કહેલું, તો હવે કેમ પશ્ચાત્તાપને પ્રતિક્રમણ કહે છે?” આવી કથંભાવગર્ભિત આકાંક્ષા (જિજ્ઞાસા) પેદા થતી જ નથી. આવા જીવને વિધિપાલન એ પ્રતિક્રમણ' આવું શાસ્ત્રવચન યાદ આવે તો, એ શાસ્ત્રવચનનો, હાલમાં સાંભળવા મળતા વચનનો “પશ્ચાત્તાપ એ પ્રતિક્રમણ” આવો પોતે જે અર્થ કરી રહ્યો છે તે વિરોધી છે એમ જણાય. પણ વર્તમાનમાં પોતે જે વચન સાંભળી રહ્યો છે કે જેમાં પ્રતિક્રમણ અંગે પશ્ચાત્તાપ એ પ્રતિક્રમણ એવો અર્થ પોતાને ભાસી રહ્યો છે, એ વખતે પ્રતિક્રમણ અંગે જ પશ્ચાત્તાપ સિવાયની વિધિપાલનાદિ વાતો જણાવનાર કોઈ જ શાસ્ત્રવચન યાદ આવતું ન હોવાથી, એને એવો નિર્ણય થઈ જાય છે કે પશ્ચાત્તાપ એ જ પ્રતિક્રમણ આવા અર્થનો જેની સાથે વિરોધ થાય એવું કોઈ શાસ્ત્રવચન છે નહીં. અર્થાત્ આ અર્થ, અન્ય જે કોઈ શાસ્ત્રો છે તે સકલશાસ્ત્રને અવિરોધી છે. વળી કથભાવગર્ભિત જિજ્ઞાસા જ નથી થતી, માટે એનું સમાધાન પણ સૂઝતું નથી. જો આવી જિજ્ઞાસા જાગી હોત તો “સામાયિક ગ્રહણાદિ વિધિપાલન એ પ્રતિક્રમણ' આ વ્યવહારનય માન્ય વ્યાખ્યા છે અને “પશ્ચાત્તાપ એ પ્રતિક્રમણ” નિશ્ચયનયમાન્ય વ્યાખ્યા છે આવું સમાધાન જરૂર સ્કુરત, જેમાં નવિભાગ ભાસી રહ્યો છે... અને પછી બંનેનું સંકલન કરનાર “પશ્ચાત્તાપ પૂર્વક વિહિત ક્રિયાઓ કરવી એ પ્રતિક્રમણ આવી પ્રમાણ માન્ય વ્યાખ્યા પણ જણાત. પણ મૂળમાં કથંભાવગર્ભિત જિજ્ઞાસા જ જાગતી ન હોવાથી આવો નવિભાગવાળો કે પ્રમાણ માન્ય બોધ એને થતો નથી. માટે શ્રુતજ્ઞાનને પ્રમાણ-નવર્જિત=પ્રમાણ અને નયના બોધથી શૂન્ય કહ્યું છે. વળી આ શ્રુતજ્ઞાન કોઠારમાં રહેલા અવિનષ્ટ બીજ જેવું હોય છે. આશય એ છે કે, જે બીજને યોગ્ય ભૂમિમાં વાવવામાં આવે, પાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146