________________
બત્રીશી-૨, લેખાંક-૮
૭૧
બળવાન છે ને તેથી આશા ધર્મે સારઃ જે કહેવાય છે તેમાં ગુર્વાશા ધર્મે સારઃ એવો અર્થ જાણવો જોઈએ.
અલબત, વૈદ જ્યારે વૈદકશાસ્ત્રનાં વચનો કરતાં ભિન્ન પ્રકારની સલાહ આપે છે ત્યારે, સ્થૂલદૃષ્ટિએ વિરોધ હોવા છતાં, સૂક્ષ્મદૃષ્ટિએરહસ્યાર્થરૂપે વૈદકશાસ્ત્રને અનુસરનારી જ એ સલાહ હોય છે, કારણ કે વૈદકશાસ્ત્રના વચનોના પરિશીલન ને એની અજમાયશના અનુભવથી પોતાની જે પરિકર્મિત પ્રજ્ઞા (બુદ્ધિ) થયેલી હોય છે એને અનુસરીને જ એ સલાહ આપતા હોય છે. એમ, સદ્ગુરુ પણ જિનવચનોના રિશીલન અને અમલીકરણ વગેરે દ્વારા પોતાની જે માર્ગાનુસારી પ્રજ્ઞા ઘડાયેલી હોય છે એને અનુસરીને જ સાધકને માર્ગદર્શન આપતા હોય છે જે ગુર્વાશા કહેવાય છે. એટલે બાહ્ય દૃષ્ટિએ કદાચ ગુર્વાશા જિનાજ્ઞા કરતાં વિપરીત દેખાતી હોય તો પણ ઐદંપર્યાર્થ રૂપે તો જિનાજ્ઞા એમાં સંકળાયેલી જ હોય છે. આને એ રીતે પણ કહી શકાય કે જિનાજ્ઞા જ ગુર્વાશારૂપે પરિણમેલી હોય છે.
જિનવચનોના આવા ઐદંપર્યાર્થ સુધી પહોંચવાની ક્ષમતા પંડિતજીવની જ હોય છે. અને એટલે એ જ અનુષ્ઠાનની સુંદરતા કરતાં પણ એમાં આજ્ઞા ભળેલી છે કે નહીં ? એને જ મહત્ત્વ આપનારો બને છે, ને તેથી વાસ્તવિક હિત સાધી શકે છે. પણ માત્ર બાળજીવ જ નહીં, મધ્યમ જીવ પણ આવા ઐદંપર્યાર્થને સમજવાસ્વીકા૨વાની ભૂમિકાવાળો હોતો નથી. એને અનુષ્ઠાનમાં તત્કાળ સુંદરતા-અહિંસા-આરાધના જણાતી હોય તો પછી એમાં આજ્ઞા ન ભળી હોવાનો કોઈ વાંધો લાગતો નથી. જેમકે, મોટો સમુદાય હોય.. આચાર્યભગવંતની નજરમાં રહેવાય એ રીતે બધા સાધુઓ એક હૉલમાં બેસતા હોય. સાધુઓ ઘણા તથા ગૃહસ્થોની અવરજવર પણ રહેતી હોય. એના કારણે થોડો અવાજ
સ્વાધ્યાયમાં વિક્ષેપ રહે પણ ખરો. અલબત્ જેણે કેળવણી કરી હોય એ તો કોલાહલની
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org