________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આશય એ છે કે બાળજીવને ‘બાળ' એટલા માટે કહ્યો છે કે એ માત્ર વેશને જોઈ ગુરુ તરીકેના માન-સન્માન સામી વ્યક્તિને આપવા માંડે છે, જે એના શિથિલાચાર-દોષ વગેરેનું પોષણ કરે છે. એટલે અસદ્ આચરણ વગેરે પણ એ સામા વેશધારીનું બને છે, બાળ જીવનું પોતાનું નહીં. તથા પ્રસિદ્ધ વાત પણ એવી છે કે ‘બાળજીવ સામી વ્યક્તિના માત્ર વેશને જુએ છે, આચારને નહીં. તેથી અસદ્ આચાર હોય તો પણ એને ‘ગુરુ’ તરીકે બાળ જીવ સ્વીકારી લે છે.’’ એટલે આમાં બાળજીવનો પોતાનો આચાર સદ્ છે કે અસદ્ છે ? એની કોઈ વાત નથી. છતાં, ગ્રન્થકારો આમ જણાવે છે કે ‘વેશમાત્રને જોનારો જીવ બાળ હોય છે, કારણ કે એ અસદ્ આરંભવાળો હોય છે.' અર્થાત્ બાળજીવને ખુદને અસચરણવાળો જણાવે છે.' આવું શા માટે ? એ હવે વિચારીએ
૫૨
ઉપદેશ આપવા માટે શ્રોતાની ભૂમિકા જે જોવાની હોય છે એમાં તો માત્ર ‘બાહ્ય દેખાવને જુએ તે બાળ' આટલી જ વ્યાખ્યા મુખ્ય છે. પણ આવા જીવની દૃષ્ટિ - ભૂમિકા જ એવી હોય છે કે કોઈપણ ક્ષેત્રમાં એ હોય, એ વેશમાત્રને જ પ્રધાન કરતો હોય છે, વેશમાત્રમાં જ યોગ્યતા પર્યાપ્ત માનતો હોય છે. પછી એ વેશને અનુરૂપ આચાર કેવો જોઈએ? એ બાબતની એને કોઈ કાળજી હોતી નથી, અને તેથી એ આચરણમાં ઘણો શિથિલ બની શકે છે-બને છે. કારણ કે અનાદિકાલીન સંસ્કારો એને અસદ્ આચરણમાં તાણી જાય છે. જેમ કે એવો જીવ પોલીસ બને તો પણ પોલીસનો ડ્રેસ પહેરવાથી, ‘હું કંઈક સત્તાવાળો બન્યો, બીજો ગુનો આદરે તો એને અટકાવવાની-સજા કરવાની મને સત્તા મળી' એવો બધો એનો ખ્યાલ હશે, પણ ‘હું પોલીસ છું તો મારે તો કોઈ જ ગુનાહિત પ્રવૃત્તિ ન કરાય, મારે તો બધા જ કાયદાઓનું પરિપૂર્ણ પાલન કરવું જોઈએ... તો જ હું સાચો પોલીસ કહેવાઉં....' આવો એને કોઈ ખ્યાલ હોતો નથી. અર્થાત્ એની દૃષ્ટિમાં પોલીસપણું પોલીસની ખાખી વર્દીમાં જ પુરું થઈ જાય છે, અમુક ચોક્કસ પ્રકારના આચરણની કોઈ જરૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org