________________
૨ ર
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એવી ગણતરી મુખ્યરૂપે હોતી નથી, પણ માત્ર “તાત્કાલિક ભૂખના દુઃખવાળી અવસ્થામાંથી તૃપ્તિના પૌલિક સુખવાળી અવસ્થા પામે એવી જ ગણતરી હોય છે. તો એ પણ ધર્મરૂપ છે એવું કેવી રીતે જાણી શકાય?
ઉત્તર : તમારી વાત સાચી છે. એટલે જ એ પણ ધર્મનું એક અંગ છે એવું સ્પષ્ટ કરવા માટે ભગવાન ચારિત્ર ધર્મની પ્રાપ્તિના અવસરે એક વર્ષ સુધી અનુકંપાદાન આપે છે. આશય એ છે કે પ્રભુએ લગ્નના અવસરે જો વાર્ષિકદાન આપ્યું હોત તો એ લગ્નક્રિયાના એક અંગ તરીકે પ્રસિદ્ધ થાત. રાજ્યપ્રાપ્તિના અવસરે આપ્યું હોત તો રાજ્યના અંગ તરીકે વિખ્યાત થાત. પણ પ્રભુએ તો ધર્મપ્રાપ્તિના અવસરે એ દાન આપ્યું. માટે એ ધર્મના અંગ તરીકે પ્રસિદ્ધિ થાય જ. કારણકે મહાપુરુષો (મોટા માણસો) જે ચીજના અવસરે જે કાંઈ કરે છે “એ તે ચીજનું એક અંગ છે' એમ સામાન્યજન સ્વીકારી લે છે.
આ વાત લોક વ્યવહારમાં પણ જોવા મળે છે. ગામના એક પ્રતિષ્ઠિત આગેવાનની કન્યાના લગ્નનો પ્રસંગ હતો. જ્યારે વરરાજા ચૉરીમાં આવી રહ્યા હતા ત્યારે વરરાજાની આડેથી બિલાડી ઉતરી. આ બનાવને કન્યાની માતા કે જે એક દક્ષ સન્નારી હતા તેણે જોયો. બીજા કોઈની ખાસ નજર પડી નથી, તો મારે આ વાત જાહેર કરી લોકોમાં અપશુકનની શંકા શા માટે ઊભી કરવી ?” એમ વિચારી તેણે આ વાત કોઈને કહી નહીં. પણ પોતાના મનમાં અપશુકનની શંકારૂપ કીડો ડંખવા લાગ્યો. પુત્રીનું લગ્નજીવન કેવું જશે ? એની જાતજાતની ચિંતા થવા માંડી. એટલે એ અપશુકનને હણી નાખવાના નુસખારૂપે એ સાસુએ જમાઈનું નાક ખેંચ્યું. લોકોએ આ દશ્ય જોયું. સાસુ મૂર્ખ કે પાગલ નથી, પણ દક્ષ છે, બિલકુલ સ્વસ્થ છે. તેમજ અજાણપણે સહસા આ કામ કર્યું નથી. એવું લોકોના ખ્યાલમાં સહેજે આવી ગયું છે. એટલે લોકોએ કલ્પી લીધું કે આ નાક ખેંચવું એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org