________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
આ બધામાં અનુકંપા નથી, તો અનુકંપા શામાં છે ? એ દર્શાવવા ગ્રંથકાર કહે છે કે શ્રાવકો જે જિનપૂજા વગેરે કરે છે, એમાં અનુકંપા રહેલી છે.
૧૪
પ્રશ્ન ઃ જિનપૂજા કરવામાં તો પાણીના પુષ્પ વગેરેના જીવોની વિરાધના થાય છે, તો એમાં અનુકંપા શી રીતે કહેવાય ?
ઉત્તર : હા, જિનપૂજામાં થોડા પૃથ્વીકાય વગે૨ે જીવોની વિરાધના થાય છે, એ વાત સાચી છે, છતાં, ‘ભગવાન્ની આવી પૂજા દ્વારા મારા ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપક્ષમ થાઓ...'' એ થાય એટલે મને સર્વવિરતિ મળે ને હું છએ જીવનિકાયના જીવોની રક્ષા કરું. એમ પ્રભુની આવી પૂજા જોઈને, એની અનુમોદના કરીને અન્ય જીવો પણ પ્રતિબોધ પામો... એ પ્રતિબોધ પામીને સર્વવિરતિ જીવન સ્વીકારવા દ્વારા છએ જીવનિકાયના જીવોની રક્ષા કરો. ને એ રીતે એ જીવોનો અકાળમોતના દુઃખમાંથી ઉદ્ધાર થાઓ. પૂજા કરનારા શ્રાવકોની આવી ભાવના હોવાથી આમાં અનુકંપા રહેલી છે એ નિઃશંક છે.
-
પ્રશ્ન : શ્રાવકો પ્રભુની પૂજા જો આવી અનુકંપાની ભાવનાથી કરે છે તો તો આ જિનપૂજાને અનુકંપા અનુષ્ઠાન કહેવાશે, ભક્તિ અનુષ્ઠાન નહીં કહેવાય...
ઉત્તર : અલબત્ત, શ્રાવકો શ્રીજિનેશ્વરદેવો પ્રત્યેની અનન્ય ભક્તિથી જિનપૂજા કરતા હોય છે, ને તેથી એ ભક્તિઅનુષ્ઠાન જ છે. તેમ છતાં, પંચલિંગી વગેરે ગ્રન્થાનુસાર એ અનુકંપાઅનુષ્ઠાન પણ છે જ. એ ગ્રન્થોનો આશય આવો છે કે શ્રીજિનપૂજા સમ્યક્ત્વની શુદ્ધિ માટે કરવામાં આવે છે. (શ્રી સિદ્ધાચલજીના સ્તવનમાં આવે છે ને કે - અષ્ટદ્રવ્યશું પૂજો ભાવે સમકીત મૂળ આધારા રે... ધન્યભાગ્ય હમારા...) અનુકંપા એ સમ્યક્ત્વનું લિંગ છે. એટલે, જિનપૂજા જીવોની અનુકંપા ક૨વા માટે કરવામાં આવે છે એવું કહેવામાં પણ કોઈ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org