Book Title: Atmanushasan Author(s): Somchand Amthalal Shah Publisher: Shrimad Rajchandra Nijabhyas Mandap View full book textPage 5
________________ લક્ષમાં રાખીને તેમને પણ રોચક-પાચક–અને પરિણામકારક થાય એવી અનુકંપા બુદ્ધિપૂર્વક મીષ્ટ ભેજનમાં દર્દી ન જાણે તેમ ધીરે રહીને અમોઘ ઔષધી મેળવી દીધી છે. એમ ગ્રંથની આદી અને અંતની લખાણ શૈલી ઉપરથી વિચારકને સહજમાં સમજાય તેમ સંકલનાબદ્ધ ગ્રંથરચના રચાઈ છે. તેથી આ ગ્રંથ કલ્યાણુમાર્ગના ન્યુનાધિક અધિકારવાળા સર્વ ને કલ્યાણ પ્રાપ્ત થવામાં અનુપમ સહાયકપણાની ગરજ સારે તેવે છે. જયપુર નિવાસી પંડિત પ્રવર શ્રાદ્ધગુણસંપન્ન શ્રીયુત ટેડરમલજીએ આ ગ્રંથ ઉપર ગ્રંથકારના આશયને સ્કુટ કરનારી જયપુરી (ટૂંઢારી) ભાષામાં ભાષા ટીકા લખેલી છે. જે અગાઉ બહાર પડેલી છે. તથા બીજી ટીકા શ્રીયુત પંડિત બંશીધરજી શાસ્ત્રીકૃત વિક્રમ સંવત ૧૯૭૨ માં બહાર પડેલી છે. આ ગ્રંથના ભાવેને સ્પષ્ટ વ્યક્ત કરનાર ગુજરાતી ભાષામાં કાંઈ સાધન નહી હોવાથી તેમજ આ ગ્રંથ મારા આત્માને ઉપકારક થવા ગ્ય જાણી તથા ગ્રંથ ભણી મને કંઈક ભક્તિભાવ હોવાથી તેની કેટલાક વર્ષો અગાઉ ગુર્જર ભાષામાં ટીકા લખવી શરૂ કરી. પરંતુ પ્રમાદ દેશે અને વ્યવહારોપાધીને લઈને તે કાર્ય લંબાયુ. તેટલામાં મારા પરમપકારી આત્મપયેગી પૂજ્ય વડીલ શ્રીએ, પ્રસંગોવશાત્ તે ગ્રંથની શુદ્ધ ગુજરાતી ભાષામાં ટીકા થાય તે સ્વપરને બહુ ઉપકારક નિવડે, એમ સહેજે અચાનક મારા કાર્યમાં પ્રોત્સાહન સાથે સંમતિ આપી તે ભણીના મારા ઉત્સાહને વધાયે. પરંતુ ગ્રંથના વિશાળ આશય અને મારી બુદ્ધિની ન્યુનતાને વિચાર કરતાં આવા સમર્થ ગ્રંથને અનુવાદ લખવા હું સર્વથા અશક્ત છું એમ મને સ્પષ્ટ લાગતું હતું. મારી આ બાળકૃતિ સમર્થ વિદ્વજનેમાં ઉપહાસને પાત્ર છે, એમ ભાસ્યા કરતું હતું તે પણ अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । यत्कोकिलः किलमधौ मधुरं विरौति तचारु चाम्रकलिकानिकरैक हेतु ॥ જેમ આંબાના હેરની સુવાસના પ્રભાવથી સુવાસ અનુરાગી કેયલ પક્ષી મધુર શબ્દોચ્ચારપૂર્વક તે ઉપર કલેલ કરે છે. તેમ મને પણ હું થોડુ જાણનાર (મૂર્ખ) અને વિદ્વાનોના હાસ્યપાત્ર છતાં તમારે ભક્તિરાગ બળાત્કારથી બોલાવે છે. (શ્રી ભક્તામર સ્તોત્ર)Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 240